Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

વી આર બેક ઇન્ડિયન આઇડલ-૧૨નું શુટીંગ શરૂ

ટીવી પરદાના રિયાલીટી શોમાં વધુ જોવાતાં સિંગીંગ રિયાલીટી શો ઇન્ડિયન આઇડલની બારમી સિઝનનું શુટીંગ શરૂ થઇ ગયું છે. પહેલી ઓકટોબરથી શુટીંગનો પ્રારંભ થઇ ગયો હતો. નિર્ણાયકો તરીકે આ વખતે પણ હિમેશ રેશમિયા, વિશાલ દદલાણી અને નેહા કક્કડ જોવા મળશે. નેહા કક્કડે એક વિડીયો પોસ્ટ કર્યો હતો. જેમાં તે શોના અન્ય બે જજ હિમેશ અને વિશાલ સાથે ઇન્ડિયન આઇડલના સેટ પર ચાલીને આવતી જોવા મળે છે. પોસ્ટ સાથે નેહાએ કેપ્શનમાં લખ્યું છે-વી આર બેક. જજ વિશાલ દદલાણીએ પણ સેટ પરથી પોતાની એક તસ્વીર મુકી છે અને ઇન્ડિયન આઇડરલ-૧૨ દિવસ-પહેલો એવું લખી શુભકામના આપી છે. કોરોના મહામારીને કારણે ઓડિશન આ વખતે ડિજીટલી લેવાયા છે. જેમાં સ્પર્ધકોએ ગીત રેકોર્ડ કરી સોનીલિવ એપ પર અપલોડ કરવાનું હતું. ચુંટાયેલા ગાયકોને સ્ટુડિયો રાઉન્ડ માટે મુંબઇ બોલાવાયા હતાં. સેટમાં પ્રવેશતા પહેલા બધાના કોરોના રિપોર્ટ કરવામાં આવે છે. આ વખતે શુટીંગમાં સેટ પર દર્શકો સામેલ થઇ શકશે નહિ.

(10:05 am IST)