Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

રણવીરની ૩ ફિલ્મોની રાહ જોઇ રહ્યા છે ચાહકો

રણવીરસિંહના ચાહકો સતત તેની ફિલ્મોની રાહ જોઇ રહ્યા છે. રણવીરસિંહની ફિલ્મ ૮૩ બનીને તૈયાર છે. ડિજીટલ પ્લેટફોર્મ પર આ ફિલ્મ રિલીઝ કરવાની વાતો વચ્ચે હવે સિનેમાઘરમાં જ આવશે એવું નક્કી થયું છે. રણવીરસિંહની બીજી ફિલ્મ જયેશભાઇ જોરદાર છે અને ત્રીજી ફિલ્મની ખુબ ચર્ચા છે એ છે રોહિત શેટ્ટી સાથેની સર્કસ. ૮૩માં તેણે વિશ્વકપ વિજેતા કેપ્ટન કપિલ દેવનો રોલ નિભાવ્યો છે. સર્કસ સંજીવ કુમારની સુપરહિટ અંગૂરની રિમેક છે. જ્યારે જયેશભાઇ જોરદાર કોમેડી ડ્રામા છે. જેમાં તે ગુજરાતી યુવાન બન્યો છે. આ ત્રણ ફિલ્મો પૈકી સર્કસનું શુટીંગ હાલમાં ચાલુ છે ત્યાં રણવીરસિંહ હવે ચોથી ફિલ્મને કારણે ખુબ ચર્ચામાં આવ્યો છે. ગજની, હોલીડે, અકિરા જેવી ફિલ્મો આપી ચુકેલા સાઉથના નિર્દેશક એઆર મુરુગદોસની ફિલ્મ માટે રણવીરસિંહની પસંદગી થઇ છે. રણવીરસિંહ કોઇપણ ફિલ્મનો ભાગ બને તો તેની જબરદસ્ત ચર્ચાઓ થવા માંડે છે.

(11:34 am IST)