Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

સ્ટાઇલ બધાને પાગલ કરે છે હીના

યે રિશ્તા કયા કહેલાતા હૈ ટીવી શોમાં સીધીસાદી સંસ્કારી વહૂ અક્ષરાનું પાત્ર ભજવીને ઘર ઘરમાં ચાહના મેળવનારી હીના ખાન જ્યારથી ડિજીટલ પ્લેટફોર્મ અને બોલીવૂડની ફિલ્મો તરફ વળી છે ત્યારથી તે તેની બોલ્ડનેસને કારણે પણ સતત ચર્ચામાં રહેતી અભિનેત્રી બની ગઇ છે. સમયાંતરે તે હોટ બોલ્ડ તસ્વીરો અને વિડીયોથી ઇન્ટરનેટ પર આગ લગાડતી રહે છે. હીના સોૈથી પહેલા ૨૦૦૮માં ઇન્ડિયન આઇડલમાં સ્પર્ધક તરીકે સામેલ હતી. ૨૦૦૯માં તેને યે રિસ્તા કયા કહેલાતા હૈ શો મળી ગયો હતો. એ પછી તેણે ફિઅર ફેકટર, બિગ બોસ ૧૧, કસોૈટી જિંદગી કે-૨, નાગિન-૫ સહિતના શો કર્યા છે. બિગ બોસ ૧૪માં તે તુફાની સિનીયર તરીકે એન્ટર થઇ હતી. સ્માર્ટફોન, હેકડ અને અનલોક જેવી ફિલ્મો પણ તે કરી ચુકી છે. આજે તે ટીવી શો માટે સોૈથી વધુ ફી લેનારી અને સ્ટાઇલીશ અભિનેત્રી તરીકે ખ્યાતનામ બની ચુકી છે. તાજેતરમાં હીના ખાન એમએકસ પ્લેયર પર રિલીઝ થયેલી ફિલ્મ વિશલિસ્ટમાં મુખ્ય ભુમિકામાં જોવા મળી હતી. ઇન્ટરનેટ પર ચાહકો હીનાની તસ્વીરોને સતત પસંદ કરતાં રહે છે.  

(11:36 am IST)