Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

૨૬મી જૂને રિલીઝ થશે ૧૯૮૩ના વર્લ્ડ કપ પર આધારિત રણવીરસિંહની ફિલ્મ ૮૩

 મુંબઈઃ રિલાયન્સ એન્ટરટેઈનમેંટે ફિલ્મ ૮૩ ની રજૂઆત વિશે કહ્યું છે કે તે ૨૫ જૂને થિયેટરોમાં રિલીઝ થશે. એક અહેવાલ અને સ્ત્રોત મુજબ રિલાયન્સ અને બાકીના નિર્માતાઓએ નિર્ણય લીધો છે કે સ્પોર્ટ્સ ફિલ્મ જૂનમાં રિલીઝ થશે. 'સૂર્યવંશી' ૨ એપ્રિલે રિલીઝ થઈ રહી છે. આ પછી ૧૨ એપ્રિલથી રમઝાન શરૂ થશે. ત્યારબાદ મે માં 'રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' અને 'સત્યમેવ જયતે ૨' રિલીઝ થશે. મેના છેલ્લા બે મહિનામાં કેટલીક વધુ ફિલ્મો રિલીઝ થઈ શકે છે, તેથી અમે નક્કી કર્યું છે કે ૮૩ જૂનમાં રિલીઝ થશે. ફિલ્મ ૮૩, ૧૯૮૩ ના વર્લ્ડ કપ પર આધારિત છે. આ ફિલ્મનું દિગ્દર્શન કબીર ખાને કર્યું છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ જોવા મળશે.

(3:13 pm IST)