Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

કેન્‍દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકની પુત્રી આરૂષી ફિલ્‍મ ક્ષેત્રે ઝંપલાવશેઃ તાપસી પન્‍નુ, ભૂમિ પેડનેકર, કિર્તી કુલ્‍હારી સાથે ચમકશે

નવી દિલ્હી: ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકના પુત્રી જલદી બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. નિશંકના પુત્રી આરુષિ પોખરિયાલ નિશંક પોતાની આવનારી ફિલ્મમાં તાપસી પન્નુ, ભૂમિ પેડનેકર, કીર્તિ કુલ્હારી સાથે સ્ક્રિન શેર કરશે.

નીકટના લોકોએ આપી જાણકારી

કેટલાક નીકટના લોકોએ આ જાણકારીની પુષ્ટિ કરતા કહ્યું કે જે ફિલ્મમાં આરુષિ જોવા મળશે તે એક વોર ફિલ્મ હશે. ફિલ્મની કહાની ડિફેન્સની છ જાંબાઝ મહિલા અધિકારીઓની દિલેરી પર આધારિત છે. આ ફિલ્મ ટી સિરીઝ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે. ફિલ્મ અંગે ટી સિરીઝના અધિકારીઓનું કહેવું છે કે આ ફિલ્મ મહિલાઓ પર કેન્દ્રીત હશે. વોર ફિલ્મોમાં અત્યાર સુધી પુરુષોની વીરતા ઉપર જ ફિલ્મો બનતી રહી છે. મહિલાઓ માટેની બસ એક જ રાઝી ફિલ્મ છે.

ફિલ્મ અગાઉ મ્યૂઝિક આલ્બમમાં જોવા મળશે

અત્રે જણાવવાનું કે ફિલ્મ અગાઉ એક મ્યૂઝક આલ્બમમાં પણ આરુષિ જોવા મળશે. તેણે પોતે એ જાણકારી આપી હતી કે ટી સિરીઝ માટે તેણે રોહિત સુચંતી સાથે એક મ્યૂઝિક આલ્બમ શૂટ કર્યો છે. ટી સિરીઝ જલદી આ અંગે અધિકૃત જાહેરાત કરશે.

ઉરીના દિગ્દર્શક પહેલી પસંદ

કહેવાય છે કે ફિલ્મના દિગ્દર્શન માટે ટી સિરીઝની પહેલી પસંદ ફિલ્મ 'ઉરી'ના દિગ્દર્શક આદિત્ય ધર છે. આ અંગે તેમની સાથે વાત પણ થઈ છે. આદિત્ય હાલ રોની સ્ક્રૂવાલા પ્રોડક્શનની ફિલ્મ 'અશ્વથામા'ના કામમાં વ્યસ્ત છે.

(4:41 pm IST)