Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

કરીના કપૂર ખાન ૪૦,૦૦૦ રૂપિયાની ટી-શર્ટ પહેરવા બદલ ટ્રોલ થઇ...

કરીનાની વાયરલ તસવીર પર એક યુઝર્સે લખ્‍યું હતું કે, અમારે ત્‍યાં ૨૦૦ રૂપિયાની ટી-શર્ટ આના કરતાં વધુ સારી લાગે છે

મુંબઈ, તા. ૯ : બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન જયારે પણ ઘરની બહાર નીકળે છે ત્‍યારે ફેશનના મુખ્‍ય લક્ષ્યોને પૂરા કરવામાં ક્‍યારેય નિષ્‍ફળ જતી નથી. તે પછી કેઝ્‍યુઅલ આઉટફિટ હોય, સ્‍ટાઈલિશ ડ્રેસ હોય કે ટ્રેડિશનલ આઉટફિટ હોય, બેબો કોઈપણ આઉટફિટમાં લોકોનું ધ્‍યાન ખેંચે છે. હાલમાં જ તે કેઝ્‍યુઅલ આઉટફિટમાં જોવા મળી હતી અને જેના કારણે તે ટ્રોલ થઈ હતી.

કરીના કપૂર ખાન હાલમાં મુંબઈ ખાતે જોવા મળી હતી. આ દરમિયાન તે ગુચ્‍ચી યેલો ટી-શર્ટ અને કેઝ્‍યુઅલ ટ્રાઉઝરમાં જોવા મળી હતી. કરીના કપૂર ખાને પોતાના લુકને બ્‍લેક સન ગ્‍લાસ સાથે સ્‍ટાઈલ કર્યો હતો અને તેના વાળ ખુલ્લા રાખ્‍યા હતા. સાથે જ તેના હાથમાં કોફીનો ગ્‍લાસ હતો.

કરીના કપૂર કેઝ્‍યુઅલ આઉટફિટ અને ફલેટ ફૂટવેરમાં સ્‍પોર્ટી લુક ફલોન્‍ટ કરતી જોવા મળી હતી પરંતુ તેનાથી પણ વધારે તેની ટી-શર્ટે લોકોને આકર્ષિત કર્યા હતા. કરીનાની ગુચ્‍ચી યેલો ટી-શર્ટની કિંમત તમારા હોશ ઉડાવી દે તેવી હતી. આ ટી-શર્ટની કિંમત ૪૦,૦૦૦ રૂપિયા છે પરંતુ કરીનાનો મોંઘો લુક નેટીઝન્‍સને આકર્ષવામાં સફળ નહોતો રહ્યો. ઘણા યુઝર્સે તેને મોંઘી ગુચ્‍ચી ટી-શર્ટને લઈને ટ્રોલ કરી હતી.

કરીનાની વાયરલ તસવીર પર કોમેન્‍ટ કરતાં એક યુઝર્સે લખ્‍યું હતું કે, અમારે ત્‍યાં ૨૦૦ રૂપિયાની ટી-શર્ટ આના કરતાં વધુ સારી લાગે છે. સાથે જ કરીના કપૂર ખાન શાહી જીવન જીવે છે અને તેની પાસે કપડામાં ૫૦થી વધુ ગુચ્‍ચી ટી-શર્ટ છે.

(10:23 am IST)