Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

ફરહાન અખ્તરના હોલિવૂડ ડેબ્યૂ પર પત્ની શિબાની દાંડેકરે વ્યક્ત કરી ખુશી, કહ્યું- 'મને મારા પતિ પર ગર્વ છે'

મુંબઈ: બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તરે 'મિસ માર્વેલ'થી હોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. અભિનેતાની પત્ની શિબાની દાંડેકરે તેની સફળતા પર ખુશી વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે તેને તેના પતિ પર ખૂબ ગર્વ છે. ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા શિબાનીએ લખ્યું, આની રાહ નથી જોઈ શકતી. મને મારા પતિ પર ગર્વ છે.દાંડેકરે પોસ્ટમાં એક ટીઝર પણ શેર કર્યું છે, જેમાં ફરહાનનો ફર્સ્ટ લુક દેખાય છે. તેણે મોટા વાળ ઉગાડ્યા છે અને દાઢી મૂછ પણ દેખાઈ રહી છે.ટીઝરમાં ફરહાન કમલા ખાનને કહે છે કે તમે જે શોધી રહ્યા છો તે તમને જ શોધી રહ્યો છે. માર્વેલ સ્ટુડિયોની મૂળ શ્રેણી 'મિસ માર્વેલ' હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને અંગ્રેજીમાં પ્રસારિત કરવામાં આવી છે.

 

(5:53 pm IST)