Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

આયેશા કપૂર હવે મુખ્‍ય ભુમિકામાં

ફિલ્‍મી પરદે બાળ કલાકાર તરીકે શરૂઆત કરનાર આયેશા કપૂર હવે મુખ્‍ય ભુમિકામાં જોવા મળવાની છે. આયેશાએ ૨૦૦૫માં આવેલી સંજય લીલા ભણશાલીની ફિલ્‍મ બ્‍લેકમાં રાણી મુખર્જીનો બાળપણનો રોલ નિભાવ્‍યો હતો. આયેશા ન્‍યુયોર્કમાં અભ્‍યાસ માટે ગઇ હતી. તે હવે ફિલ્‍મ હરિઓમમાં મુખ્‍ય ભુમિકા નિભાવી રહી છે.  તેણે અંશુમાન ઝા સાથે ફિલ્‍મ હરિઓમ માટે વર્કશોપ પણ કરી લીધો છે. આયેશાએ કહ્યું હતું કે હું બોલીવૂડમાં કમબેક માટે અને હરિઓમ ફિલ્‍મ માટે ખુબ ઉત્‍સાહિત છું . આ એક ખૂબ જ સુંદર, પારિવારિક ફિલ્‍મ છે જે કોઈક ને કોઇક રીતે બધા સાથે કનેક્‍ટ થશે. અંશુમન સાથે કામ કરવું ખુબ જ સારુ છે કારણકે હું ખરેખર તેમના અભિનય અને તેમના દ્વારા પસંદ કરાયેલ સ્‍ક્રિપ્‍ટના વખાણ કરતી હોઉં છું. હરિઓમનું શુટીંગ મધ્‍ય પ્રદેશમાં થશે. જેમાં આયેશા સાથે અંશુમન ઝા, રઘુવીર યાદવ, સોની રાઝદાન, અને મનુ ઋષિ ચડ્ઢા સહિતન કલાકારો છે. 

(10:37 am IST)