Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

અભિનેત્રી શેફાલી આવતીકાલે શરૂ કરી રહી છે રેસ્ટોરાં-જલ્સા

અભિનયની સાથે કૂકીંગ, પેઇન્ટીંગ, રાઇટીંગનો પણ છે શોખ

મુંબઇ તા. ૧૦: અભિનેત્રી શેફાલી શાહ હવે અભિનયની સાથે એક નવી સફરની શરૂઆત કરવા જઈ રહી છે. તેને રસોઇ બનાવવાનું ખુબ જ પસંદ છે. હવે તે એક રેસ્ટોરન્ટ શરૂ કરી રહી છે. અભિનયની સાથે સાથે શેફાલીને કૂકીંગ, રાઇટીંગ અને પેઇન્ટીંગનો પણ ખુબ શોખ છે. પોતે ખાવાની શોખીન હોવાથી જ્યારે પણ સમય મળે ત્યારે રસોઇ બનાવી લે છે.

તે પોતાના ખાવાના આ શોખને હવે તે હોસ્પિટલિટી બિઝનેસમાં રૂપાંતરિત કરી રહી છે. તે હવે અમદાવાદમાં હોસ્પિટલિટી પ્રોફેશનલ નેહા બસ્સી સાથે મળીને થીમ-બેઝડ રેસ્ટોરાં 'જલસા' શરૂ કરી રહી છે. આ રેસ્ટોરાંમાં ડેકોરેશનથી કટલરી અને રેસિપીથી લઈને પ્રેઝન્ટેશન સુધીની દરેક બાબતમાં શેફાલીએ પોતે ઇન્ટરેસ્ટ લીધો છે. પોતાની આર્ટ પ્રત્યેની સમજશકિતનો રેસ્ટોરાંમાં તેણે ઉપયોગ કર્યો છે.  શેફાલી કહે છે 'લાઇફને સેલિબ્રેટ કરવી એ મારી માન્યતા છે. ફેમિલી, ફ્રેન્ડ્સ, ફૂડ, ફન, મ્યુઝિક, ડાન્સ અને અન્ય બાબતોનો જેમાં સમાવેશ થાય છે એનું નામ છે-'જલસા'.

જલસા માત્ર રેસ્ટોરાં નથી, એક અનુભવ છે. નામની જેમ જલસા દરેકને એ અનુભવ આપશે. ગ્લોબલ ડિઝાઇન અને ફૂડ ટ્રેન્ડ્સની સાથે ઇન્ડિયન ફૂડનો સમાવેશ કરવામાં આવ્યો છે. જલસામાં સારો સમય અને સારા ફૂડનો ક્યારેય અંત નહીં આવે. જલસા એક બફેટ રેસ્ટોરાં છે જેમાં ઇન્ડિયાનાં જુદાં-જુદાં રાજ્યોની ડિશની સાથે ઇન્ટરનેશનલ ફૂડનો સમાવેશ કરવામાં આવ્યો છે. જલસા એ ફૂડ, ફન અને સાથે હોવાનો એક કાર્નિવલ છે. ફેરિસ વ્હીલ્સ, ઍસ્ટ્રોલોજર્સ, મેંદી આર્ટિસ્ટ, ફનફેર ગેમ્સ વગેરેનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

(2:36 pm IST)