Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

ત્રણ ફિલ્મોની રાહ જોઇ રહી છે અલાયા

અભિનેત્રી અલાયા એફ  બોલીવૂડમાં અત્યાર સુધીમાં માત્ર એક જ ફિલ્મમાં જોવા મળી છે. આમ છતાં સોશિયલ મિડીયા પર તેની પાસે ચાહકોનું મોટુ લિસ્ટ છે. અલાયાને બીચ ખુબ જ ગમે છે. તે સોશિયલ મિડીયા પર હમેંશા પોતાની બીચ પરની તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. તેને માલદિવ્સ ખુબ જ પસંદ છે. તે પોતાની ત્રણ ફિલ્મોની રાહમાં છે. તાજેતરમાં તેણે માલદિવમાં માણેલા વેકેશનની તસ્વીરો પોસ્ટ કરી હતી. તેમાં પણ તે માલદિવ્સના બીચ પર હતી. તેણે સાથે લખ્યું હતું કે-મેન્ટલી ઇન માલદિવ્સ. અલાયા ભલે વધુ ફિલ્મોમાં દેખાઇ ન હોઇ પરંતુ તેના વીડિયો અને ફોટોગ્રાફથી તે ચાહકો સાથે કનેકટ રહે છે. પૂજા બેદી અને ફરહાન ફર્નિચરવાલાની દિકરી અલાયા જવાની જાનેમન ફિલ્માં સૈફ અલી ખાન અને તબ્બુ સાથે દેખાઇ હતી. હાલમાં તેની પાસે જવાની જાનેમનના નિર્માતાની ત્રણ ફિલ્મો છે. આ ઉપરાંત એક કન્નડ થ્રિલર ફિલ્મ પણ કરી રહી છે.

(9:52 am IST)