Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નો જૂનો ટપુ ભવ્ય ગાંધીના પિતા વિનોદ ગાંધીનું કોરોનાથી નિધન

છેલ્લાં 10થી પણ વધુ દિવસથી મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ હતા

મુંબઈ : કોરોનાની બીજી લહેર સુનામી બનીને ભારત પર ત્રાટકી છે. હાલમાં જ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો જૂનો ટપુડો એટલે કે ભવ્ય ગાંધીના પિતા વિનોદ ગાંધીનું કોરોનાને કારણે અવસાન થયું છે.

વિનોદ ગાંધી છેલ્લાં 10થી પણ વધુ દિવસથી મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ હતા. તેઓ છેલ્લાં ઘણાં સમયથી વેન્ટિલેટર પર હતા.

ભવ્ય ગાંધીએ ‘તારક મહેતા’માં 2008થી કામ કરવાનું શરૂ કર્યું હતું. આ સમયે તે દસ વર્ષનો હતો અને પાંચમા ધોરણમાં ભણતો હતો. ભવ્ય ગાંધીએ જ્યારે સિરિયલ છોડી ત્યારે તે B.Comના બીજા વર્ષમાં હતો અને મીઠીબાઈ કોલેજમાં હતો.

2017માં ભવ્ય ગાંધીએ ગુજરાતી ફિલ્મ ‘પપ્પા તમને નહીં સમજાય’થી ફિલ્મમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ બાદ ભવ્ય ગુજરાતી ફિલ્મ ‘બહુ ના વિચાર’ રિલીઝ થઈ હતી. જ્યારે ‘તારી સાથે’ રિલીઝ થવાની બાકી છે. ભવ્ય હિંદી ફિલ્મ ‘ડૉક્ટર ડૉક્ટર’માં પણ જોવા મળશે.

‘તારક મહેતા’ બાદ ભવ્ય ગાંધી 2019માં ટીવી સિરિયલિ ‘શાદી કે સિયાપા’માં જોવા મળ્યો હતો.

ભવ્ય ચૂસ્ત જૈન છે અને જિંદગીમાં તેણે ક્યારેય કંદમૂળ ચાખ્યાં નથી. સિરિયલના શૂટિંગ દરમિયાન પણ તે આ વાતનું ધ્યાન રાખતો. પયુર્ષણ પર્વ દરમ્યાન ચોવિહાર અને એકાસણા જેવી ભાવના તે રાખતો અને પાળતો પણ ખરો. ભવ્યનાં માસી, તેની કઝિન સિસ્ટર અને નાનીમા સહિત કુલ ત્રણ લોકોએ દીક્ષા લીધી છે. ભવ્ય ગાંધીને એક ભાઈ છે

(8:28 pm IST)