Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિતે વૈકુંઠવેણુ પેજ પર સાંજે સ્વરાંજલિનો કાર્યક્રમ

વાંસળી વાદકો અને ગાયકો પ્રાચીન સંગીત વાદ્યયંત્રો સંગાથે મંત્રમુગ્ધ કરશેઃ કલાકાર પારસનાથનું આયોજન

મુંબઇ તા. ૧૧: શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના અવસર પર આજે ૧૧મીએ સાંજે ૭ કલાકે વૈકુંઠવેણુના ફેસબૂક પેજ પર સ્વરાંજલિ કાર્યક્રમ માણી શકાશે. જેમાં કલાકારો પંડિત પુરબયન ચેટર્જી, ગાયત્રી અશોકન, ચંદન બાલા કલ્યાણ, રાજ પંડિત, આભાસ અને શ્રેયશ જોષી, આલાપ દેસાઇ, કલ્પના ગંધર્વ, હિમાની કપૂર, જાજીમ શર્મા, વિપુલ મહેતા, સલમાન અલી, પૂજા ગાયતોંડે, પૃથ્વી ગંધર્વ, રોંકિની ગુપ્તા, પ્રતિભા સિંહ બધેલ અને પંડિત જયતિર્થ મેવુંદી કલા પીરસશે.

વાંસળી વાદન અને ગાયન થકી કલાકરો ભગવાન શ્રીકૃષ્ણને યાદ કરશે. પારસનાથ ફેસબૂક ઉપરાંત યુ ટ્યુબ, ઇંંસ્ટાગ્રામ પરના પોતાના વૈકુંઠવેણે પેજ પર પોતાના દાદા પંડિત શિવનાથ પ્રસાદની શરણાઇ અને વાંસળીની વિરાસતને પુનર્જિવીત કરશે. બીજા કલાકારોની રજૂઆત પણ મંત્રમુગ્ધ કરી દેશે. પારસનાથ કહે છે-સંગીત અલગ-અલગ જાતીના લોકોને પણ એકબીજા સાથે જોડી રાખે છે અને મજબૂત સાંસ્કૃતિક સંબંધ બંધાય છે. વૈંકુઠવેણુના આ કાર્યક્રમમાં સોૈથી પ્રાચિન સંગીત વાદ્યયંત્રો સાંભળવાની પણ તક મળશે.

(12:44 pm IST)