Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

અનુષ્‍કા શર્મા અને વિરાટ કોહલીની બેબી ગર્લની પ્રથમ તસ્‍વીર સામે આવીઃ લોકોએ દંપત્તિને શુભેચ્‍છા પાઠવી

નવી દિલ્હીઃ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ઘરે સોમવારે એક નાની પરી આવી છે. વિરાટ અને અનુષ્કા માતા-પિતા બની ગયા છે. આ ખુશખબરી વિરાટે ખુદ ફેન્સ સાથે શેર કરી છે. હવે અનુષ્કાની પુત્રીની પ્રથમ તસવીર સામે આવી છે. વિરાટ કોહલીના મોટા ભાઈ વિશાલ કોહલીએ બેબી ગર્લનો જીઆીએફ વીડિયો શેર કર્યો છે.

વિરાટના ભાઈએ શેર કરી GIF

આ ફોટો ખુબ વાયરલ થઈ રહ્યો છે. વિરાટ કોહલીના ભાઈએ ખુદ તેનો જીઆઈએફ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેમાં બેબી ગર્લના પગ નજર આવી રહ્યાં છે. આ પોસ્ટને શેર કરતા તેના ભાઈએ કહ્યું, 'ઘરમાં એન્જલ.'

વિરાટ કોહલીએ જાહેર કર્યું નિવેદન, કરી અપીલ

તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે ''અમે બંનેને આ વાત જણાવતાં ખુશી થાય છે કે આજે બપોરે અમારા ત્યાં પુત્રીનો જન્મ થયો છે. અમે તમારા પ્રેમ અને મંગળકામનાઓ માટે દિલથી આભારી છીએ. અનુષ્કા અને પુત્રી, બંને બિલકુલ ઠીક છે. આ અમારું સૌભાગ્ય છે કે અમે જીંદગીના આ ચેપ્ટરનો અનુભવ કરવા મળ્યો. અમે જાણીએ છીએ કે તમે આ જરૂર સમજશો કે અત્યારે અમારા બધાને થોડી પ્રાઇવેસી જોઇશે.'

લોકો આપી રહ્યાં છે શુભેચ્છાઓ

આ સમાચાર સામે આવ્યા બાદ શુભેચ્છાનો વરસાદ થઈ રહ્યો છે. ફેન્સથી લઈને ક્રિકેટર અને બોલીવુડ સેલિબ્રિટી અનુષ્કા-વિરાટને શુભકામનાઓ આપી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર ખુશીની લહેર છે. ફેન્સ સતત વિરૂષ્કા, વિરાટ કોહલી અને અનુષ્કા ટ્રેન્ડ કરાવી રહ્યાં છે. લોકો બંન્નેના આવનાર બાળકની રાહ જોઈ રહ્યાં હતા.

(4:57 pm IST)