Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

દિવાળીમાં OTT પ્લેટફોર્મ પર હિન્દી-અંગ્રેજી પાંચ ફિલ્મો રજુ થશેઃ કોમેડી-થ્રીલરનો સંગમ

વીકેન્ડમાં રિલિઝ થશે છલાંગ, લુડો સહિતની ફિલ્મો ધુમ મચાવશે

મુંબઈ :. અગિયારસના આગમન સાથે દિવાળી વીકની શરૂઆત થઈ ગઈ છે. દિવાળીના આ વીકમાં ટ્રાવેલ કે મૂવીનું પ્લાનિંગ કરવાનો ઈરાદો બહુ ઓછા લોકોનો છે. આ સ્થિતિમાં વીકેન્ડને ઘરે બેઠા યાદગાર બનાવવા ઓટીટી પ્લેટફોર્મ પર હિન્દી-અંગ્રેજી ફિલ્મો રીલીઝ થઈ રહી છે. જેમાં કોમેડી, સસ્પેન્સ, થ્રીલર અને એકશન જોવા મળશે. એમેઝોન પ્રાઈમ અને નેટફિલિકસ પર શુક્રવારે 'છલાંગ' તથા 'લુડો' રિલીઝ થઈ રહી છે.  સામાન્ય સંજોગોમાં દિવાળી વીક દરમિયાન બોકસ ઓફિસ મોટા બેનર કે મલ્ટિસ્ટાર ફિલ્મોનો દબદબો રહેતો હોય છે. ન્યુ નોર્મલ સાથેની આ દિવાળીની ખાસ વાત એ છે કે વીકેન્ડની આ રિલીઝમાં રાજકુમાર રાવ અને અભિષેકનો દબદબો રહેશે.

શુક્રવારે એમેઝોન પ્રાઈમ પર રાજકુમાર રાવની 'છલાંગ' રિલઝ થશે. આ ફિલ્મમાં તે પીટી માસ્ટર મોન્ટુનો રોલ કરે છે. જે નોર્થ ઈન્ડીયા ખાતે સેમિગવર્નમેન્ટ સ્કૂલમાં કામ કરે છે. મોન્ટુની લાઈફ એકદમ મસ્ત છે અને તેનુ કશું નવુ કરવાની કે મહેનત કરવાની ઈચ્છા ન હતી. નીલુ (નુસરત ભરુચા)ની એન્ટ્રી બાદ મોન્ટુના જીવનનું ચક્કર ફરે છે અને તે પોતાની વેલ્યુ સમજાવવા મથે છે. તેને અત્યાર સુધી સહેજ પણ નહીં ગમતુ કામ પણ કરવું પડે છે, જે છે ભણાવવું. હંસલ મહેતાની આ ફિલ્મ સોશ્યલ કોમેડી છે. ત્યાર બાદ નેટફિલકસ પર વ્હાઈટ ટાઈગર રિલીઝ થવાની છે, જેમા પ્રિયંકા ચોપરા જોનાસ અને આદર્શ ગૌરવ છે.

'લૂડો' એ ડાર્ક કોમેડી ફિલ્મ છે, જેમા ચાર અસમાન સ્ટોરીઝ છે. અભિષેક બચ્ચન, રાજકુમાર રાવ, આદિત્ય રોય કપુર, પંકજ ત્રિપાઠી, રોહીત સરાફ, ફાતિમા સના શેખ અને સાન્યા મલ્હોત્રા આ ફિલ્મમા છે. આ સ્ટોરીઝને અનુરાગ બાસુએ ડિરેકટ કરી છે. ગુનાખોરીના નવા નિશાળીયાઓએ કિડનેપિંગનો પ્લાન બનાવ્યા પછી ફિલ્માં રોમાંચની શરૂઆત થાય છે. શુક્રવારે નેટફિલકસ પર લુડો રીલીઝ થશે. અમેરિકાનો ફેવરીટ સુપર હિરો સુપરમેન આ વખતે અમેરિકાના બદલે રશિયામાં પહોંચ્યો છે. સુપરમેનઃ રેડ સનમાં કોલ્ડવોર એરાની વાત છે. જેમાં બેબી સુપરમેનનું સ્પેસશીપ ફ્રેશ લેન્ડ થાય છે. તેનો ઉછેર સોવિયેતમાં થાય છે અને તે મોટો થઈને ગ્રીન લાલટર્ન આર્મીમાં જોડાય છે. જેમાં તેની સાથે વન્ડર વુમન અને બેટમેન પણ છે. શુક્રવારે આ ફિલ્મ એમેઝોન પ્રાઈમ પર રીલીઝ છે.

નેટફિલકસ પર વધુ એક રિલીઝ ૫ લાઈફ અહેડ છે. તે ઈટાલિયન ડ્રામા છે અને ૧૯૭૫ની નોવેલ ધ લાઈફ બીફોર અસ પર તે આધારીત છે. તેમા સોફિયા લોરેન, ઈબ્રાહીમ ગુનેચ, અબ્રિલ જામોરા લીડ રોલમાં છે. તેમા હોલોકોસ્ટ સરવાઈર મેડમ રોઝાની વાત છે. જેઓ ૧૨ વર્ષના સ્ટ્રીટ કિડસને રાખે છે અને પોતાનું અનકન્વેન્શન ફેમીલી બનાવે છે.

ઝીડ-અલ્ટબાલાજી પર ગુરૂવારે મુમ ભાઈ સિરીઝ રીલીઝ થઈ રહી છે. ૧૯૮૦-૯૦ના દસકાના મુંબઈ અંડરવર્લ્ડની સ્ટોરી ધરાવતી આ વેબ સીરીઝને એન્ટી ટેરરીઝમ સ્કવોડ અને મુંબઈ પોલીસના પર્સ્પેકટીવથી કહેવામાં આવી છે. તેમા ટફ કોપ અને નિર્દય ગેંગસ્ટરની ટક્કર છે. જેઓ જીતવા માટે કંઈ પણ કરવા તૈયાર છે. તેમા અંગદ બેદી, સિકંદર ખેર, સંદીપા ધાર, પ્રિયંકા શર્મા અને મધુરિમા રોય છે.

(2:46 pm IST)