Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

માનુષી આ રોલ નિભાવવા આતુર છે

વિશ્વ સુંદરી માનુષી છિલ્લરે બોલીવૂડમાં અક્ષય કુમારની ફિલ્‍મથી એન્‍ટ્રી કરી લીધા પછી તે વધુ ફિલ્‍મો કરી રહી છે. હવે તે ઇન્‍ડિયન એરફોર્સ પર આધારીત ફિલ્‍મમાં કામ કરી રહી છે. માનુષી આ ફિલ્‍મ મેળવીને અત્‍યંત ખુશ છે. વરૂણ તેજ અભિનીત આ ફિલ્‍મ હિન્‍દી તેમજ તેલુગુ ભાષામાં બની રહી છે. આ એરિયલ એક્‍શન ડ્રામામાં માનુષી રડાર ઓફિસરનો રોલ નિભાવી રહી છે. જેનું નિર્દેશન શક્‍તિ પ્રતાપસિંહ હાડા કરી રહ્યા છે. સતય ઘટના પર આધારિત આ ફિલ્‍મમાં જવાનોની દેશભક્‍તિ, તેમને પડતી તકલીફો અને તેમના અતુલનીય ત્‍યાગને દેખાડવામાં આવશે.

માનુષીએ કહ્યું કે હું આ અદ્દભુત દૃશ્‍યોથી ભરપૂર ફિલ્‍મમાં જોડાઈને ખુબ જ ઉત્‍સુક છું.  ડિરેક્‍ટર શક્‍તિ પ્રતાપ સિંહ હાડાની આભારી છું કે તેમણે મારા પર ભરોસો કર્યો. હવે ઇન્‍ડિયન એર ફોર્સના ઓફિસર્સની લાઇફ અને જર્ની વિશે વિસ્‍તારમાં જાણવા માટે આતુર છું. વરૂણ તેજ સાથે પરદા પર કામ કરવા માટે પણ હું આતુર છું.

(10:58 am IST)