Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

મિશેલ યોહ શ્રેષ્ઠ અભિનેત્રીનો ઓસ્કાર જીતનાર બની પ્રથમ એશિયન અભિનેત્રી

મુંબઈ: મલેશિયાની અભિનેત્રી મિશેલ યોહ 95માં એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીતનારી પ્રથમ એશિયન અભિનેત્રી બની છે. યોહને 'એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ'માં તેમના શ્રેષ્ઠ કામ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેણીએ કેટ બ્લેન્ચેટ, મિશેલ વિલિયમ્સ, એના ડી આર્માસ અને એન્ડ્રીયા રાઇઝબરો જેવા તેના સાથી નોમિનીઓને પાછળ રાખી દીધા.લગભગ ચાર દાયકાની કારકિર્દીમાં, યોહ પાસે ઉજવણી કરવા માટે બધું જ છે. તે હોંગકોંગ સિનેમાથી લઈને અમેરિકન અને બ્રિટિશ સિનેમા સુધી દરેક જગ્યાએ રહી છે અને સિનેમામાં તેની સફર દરમિયાન તેણે ઘણી પ્રશંસા મેળવી છે.

(7:32 pm IST)