Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

નવેમ્બરમાં ટકરાશે સલમાન-જોન

'અંતિમ'અને 'સત્યમેવ જયતે ૨' થશે ૨૬ નવેમ્બરે રિલીઝ

મુંબઇ,તા. ૧૩: સલમાન ખાન અને જોન એબ્રાહમ ૨૬ નવેમ્બરે આમનેસામને ટક્કર લેવા તૈયાર છે. સલમાનની 'અંતિમ - ધ ફાઇનલ ટ્રૂથ'અને જોનની 'સત્યમેવ જયતે ૨' એક જ દિવસે રિલીઝ થવા માટે તૈયાર છે. 'અંતિમ'નાં કેટલાંક દૃશ્ય જોયા બાદ મહેશ માંજરેકર અને સલમાને એ દૃશ્યોનું ફરીથી ૪ અને ૬ ઓકટોબરે શૂટિંગ કર્યું હતું. એડિટિંગમાં સમય વધુ લાગતો હોવાથી ફિલ્મને દિવાળી દરમ્યાન રિલીઝ કરવી અશકય છે. એથી તેમણે ૨૬ નવેમ્બરે ફિલ્મને રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. એથી જોનની 'સત્યમેવ જયતે ૨' અને સલમાનની 'અંતિમ- ધ ફાઇનલ ટ્રુથ'બોકસ-ઓફિસ પર ટકરાશે.

(9:51 am IST)