Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

આલિયાના ચાહકો ખુશઃ બે દિવસમાં રિલીઝ થશે બે ફિલ્મ

બોલીવૂડની બબલી ગર્લ આલિયા ભટ્ટે પોતાની અભિનય ક્ષમતા દેખાડી દીધી છે. તેની મોટી ફિલ્મો રિલીઝ થવાની તૈયારીમાં છે. જેમાં સોૈથી વધુ ચર્ચા ગંગુબાઈ કાઠિયાવાડી અને આરઆરઆર ફિલ્મની છે. રણબીર કપૂર સાથેની બ્રહ્માસ્ત્રની પણ ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આલિયાની ગંગુબાઇ કાઠીયાવાડી રિલીઝ થશે એના બીજા જ દિવસે તેની બીજી ફિલ્મ પણ રિલીઝ થઇ જશે. સંજય લીલા ભણશાલીએ બનાવેલી ગંગુબાઇ કાઠીયાવાડી છઠ્ઠી જાન્યુઆરીએ સિનેમાઘરોમાં આવવાની છે. તેના બીજા દિવસે સાતમી જાન્યુઆરીએ એસ. રાજામોૈલીની આરઆરઆર રિલીઝ થશે. આ ફિલ્મમાં રામ ચરણ અને જુનિયર એનટીઆર લીડ રોલમાં છે. તો આલિયા અને અજય દેવગન પણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. મહત્ત્વની વાત એ છે કે આ બંને ફિલ્મ સાથે બોલીવૂડ નિર્માતા જયંતીલાલ ગડા જોડાયેલા છે. આલિયા રણબીર સાથેના રિલેશનને કારણે પણ ચર્ચામાં છે. તેણે તાજેતરમાં રણબીર સાથેની તસ્વીર પોસ્ટ કરીને માય લાઇફ લખ્યું હતું.

(10:13 am IST)