Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

ભવ્ય ગાંધીની ગુજરાતી ફિલ્મ 'તારી સાથે'નું ટ્રેઇલર લોન્ચ

 (કેતન ખત્રી) અમદાવાદ, તા., ૧૩: તાજેતરમાં જ ભવ્ય ગાંધીની ફિલ્મ તારી સાથે નું ટ્રેઇલર  લોન્ચ સોશ્યિલ મીડિયા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં ભવ્ય ગાંધી મુખ્ય પાત્ર ભજવી રહ્યો છે. જે  ગુજરાતી રોમેન્ટિક મ્યુઝિકલ ફિલ્મ 'તારી સાથે' માં અભિનેત્રી ઝિનલ બેલાનીની સાથે જોવા મળશે. આ પ્રથમ વખત જોવા મળતી તાજી જોડીએ ગુજરાતી સિનેમા  જગતમાં હલચલ મચાવી છે.

આ વિશે વાત કરતા ભવ્ય ગાંધી દ્વારા જણાવામાં આવ્યું હતું કે, હું પહેલી વાર ઝિનલ સામે અભિનય કરી રહ્યો છું અને હું આ ફિલ્મને એક મ્યુઝિકલ કહેવા માંગુ છું કારણ કે આ ફિલ્મમાં દ્યણાં ગીતો છે અને ફિલ્મના ગીતો દ્વારા દ્યણી લાગણીઓ દર્શાવવામાં આવી છે. વાર્તા સુંદર છે, તે ખૂબ જ રોમેન્ટિક  છે અને કોઈ ખાસ વ્યકિતને મળવાની અનુભૂતિ, પહેલી નજરમાં, તેમાં રહેલો જાદુ, ફિલ્મમાં સુંદર રીતે દર્શાવવામાં આવ્યો છે, અને આ સાથે ટ્રેલરમાં પણ દર્શકોનો ખુબ જ સારો અભિપ્રાય  મળી રહ્યો છે. જેની અમને  ખુશી છે.

(11:36 am IST)