Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

જન્મદિવસ પર પ્રભાસે ફિલ્મ 'રાધે શ્યામ' માંથી પૂજા હેગડેનો નવો લુક કર્યો શેયર

 મુંબઈ: અભિનેત્રી પૂજા હેગડે આજે પોતાનો 31 મો જન્મદિવસ ઉજવી રહી છે. આ ખાસ પ્રસંગે ફિલ્મ 'રાધે શ્યામ' નું તેમનું નવું લૂક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. અભિનેત્રીનો આ નવો દેખાવ અભિનેતા પ્રભાસે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જે ફિલ્મ રાધે શ્યામમાં તેની સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. આ સાથે, પ્રભાસે અભિનેત્રીને તેના જન્મદિવસની શુભેચ્છાઓ પણ આપી છે. ફિલ્મના અભિનેત્રીનું આ નવું લુક પોસ્ટર શેર કરતા પ્રભાસે લખ્યું - 'હેપ્પી બર્થ ડે.' આ સાથે તેણે પૂજાને પણ ટેગ કરી છે.

(6:08 pm IST)