Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

અભિનેત્રીએ ઉદ્યોગપતિ પર બળાત્કાર અને હત્યાના પ્રયાસનો લગાવ્યો આરોપ

મુંબઈ: બાંગ્લાદેશી સિનેમાની એક અભિનેત્રી સોશિયલ મીડિયા પર જબરદસ્ત હેડલાઇન્સમાં આવી છે. તેણે પોતાની એક પોસ્ટ દ્વારા કહ્યું છે કે તેની સાથે બળાત્કાર અને હત્યા કરવાનો પ્રયાસ થયો છે. અભિનેત્રીએ આ પોસ્ટમાં એક ઉદ્યોગપતિ પર આરોપ લગાવ્યો છે. આ સિવાય તેમણે આ પોસ્ટમાં વડા પ્રધાન શેખ હસીના પાસે ન્યાયની માંગ કરી છે. અભિનેત્રીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર જબરદસ્ત ચર્ચામાં આવી છે. આ ઘટસ્ફોટથી દરેક જણ ચોંકી ઉઠ્યું છે, ત્યારબાદ તેને ચાહકોની સાથે ઘણા સેલેબ્સનો ટેકો પણ મળી રહ્યો છે.

(5:04 pm IST)