Gujarati News

Gujarati News

News of Wednesday, 14th September 2022

ભાષા નહિ પાત્ર મહત્‍વનું છેઃ મૃણાલ

અભિનેત્રી મૃણાલ ઠાકુર બોલીવૂડમાં ઓળખ ઉભી કરવામાં સફળ થઇ છે. તે એક પછી એક મોટી ફિલ્‍મો કરી રહી છે. હાલમાં જ તે તેલુગુ ફિલ્‍મ સીતા રામમાં જોવા મળી છે. આ તેની પહેલી તેલુગુ ફિલ્‍મ છે. તે કહે છે મને બીજી આવી ફિલ્‍મની ઓફર પણ મળી છે પરંતુ હું ઉતાવળ કરવા માંગતી નથી. લોકો મને પુછે છે કે તમે બોલીવૂડ છોડીને ટોલીવૂડમાં તો નથી જતાં રહ્યા ને. તો હું કહીશ કે કહાની સારી હશે તો હું ત્‍યાં ચોક્કસ વધુ કામ કરીશ. મારા માટે બોલીવૂડ કે ટોલીવૂડ નહિ, પાત્ર મહત્‍વનું છે. ટોલીવૂડમાં કામ કરવાની રીત જરાય અલગ નથી, માત્ર ભાષા અલગ છે. ટોલીવૂડમાં નાસ્‍તામાં મિસળપાઉં મળે છે. સોની રાજદાન ખુબ અનુભવી અને ઉમદા કલાકાર છે તેમની પાસેથી સેટ પર હમેંશા કંઇક શીખવાનું મળે છે. ઓટીટી પ્‍લેટફોર્મ પર કામ કરવાનું મૃણાલે હજુ વિચાર્યુ નથી. મૃણાલની ચાર ફિલ્‍મો પિપ્‍પા, આંખ મિચોલી, ગુમરાહ અને પૂજા મેરી જાન આવી રહી છે.

 

(10:45 am IST)