Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

છ ફિલ્મોને કારણે ચર્ચામાં પૂજા

દક્ષિણ ભારતીય અને હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી પૂજા હેગડે સોશિયલ મિડીયા પર સતત સક્રિય રહી ચાહકો સાથે વાતચીત કરતી રહે છે. તે પોતાની આવનાી છ ફિલ્મોને કારણે પણ ખુબ ચર્ચામાં છે. પૂજા પોતાની દિનચર્યા અને બીજી વાતો ચાહકો સાથે કરતી રહે છે. તાજેતરમાં પૂજાએ એક વિડીયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે મહિલાઓને મજબૂત રહેવા સંદેશો આપ્યો હતો. પંદર સેકન્ડના આ વિડીયોમાં તેણે એ વાત જણાવી છે કે મજબૂત મહિલા કદી હાર માનતી નથી. પૂજા હાલમાં અનેક બિગ બજેટ ફિલ્મો કરી રહી છે. જેમાં સાઉથની અને બોલીવૂડની એમ બંને ફિલ્મો સામેલ છે. તેની આગામી ફિલ્મોમા રણવીર સિંહ સાથેની સર્કસ, સલમાન ખાન સાથેની કભી ઇદ કભી દિવાલી, પ્રભાસ સાથેની રાધેશ્યામ, રામચરણ તેજા સાથેની આચાર્ય, અખિલ અક્કિનેની સાથેની મોસ્ટ એલિજીબલ બેચલર અને થલપતિ વિજય સાથેની થૈલાપૈથી ૬૫ સામેલ છે.

(10:19 am IST)