Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

અમિતાભ બચ્ચને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પુરા કર્યા 52 વર્ષ

મુંબઈ: બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને હાલમાં જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 52 વર્ષ પૂરા કર્યા છે. અમિતાભના ઇન્ડસ્ટ્રીમાં 52 વર્ષ પૂરા થતાં તેના ચાહકો ખૂબ જ ખુશ છે અને સોશિયલ મીડિયા દ્વારા તેમને અભિનંદન પાઠવી રહ્યા છે. આ સાથે જ અમિતાભ બચ્ચને પણ તેના ચાહકો માટેના આ પ્રેમ માટે આભાર વ્યક્ત કરી છે. અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર એક ચાહકના ટ્વિટને રીટ્વીટ કરતી વખતે લખ્યું હતું - તેમણે આજે ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો. 15 ફેબ્રુઆરી, 1969, 52 વર્ષ, આભાર….

(5:28 pm IST)