Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

અજય લખી રહ્યો છે સ્ક્રિપ્ટ

બોલીવૂડમાં ફિલ્મ ફૂલ ઓૈર કાંટેથી કારકિર્દી શરૂ કરી રાતોરાત એકશન હીરો બની ચુકેલા અને હવે બોલીવૂડમાં એકશન, રોમાન્સ, કોમેડી સહિતના જોનરમાં અભિનય કરી અનેક સુપરડુપર હિટ ફિલ્મો આપી ચુકેલા સિંઘમસ્ટાર અજય દેવગણે બીજા હીરોની જેમ હજુ ફિલ્મોનું શુટીંગ શરૂ કર્યુ નથી. તાજેતરમાં અજય દેવગણના ભાઇનું અવસાન થયું હતું. અજય કોવિડ મહામારીમાં હજુ વધુ સારી હાલત ઉભી થાય તેની રાહ જોઇ રહ્યો છે. અક્ષય કુમાર બેલબોટમ ફિલ્મનું, સલમાન ખાન રાધે ફિલ્મનું અને  આમિર ખાન લાલસિંહ ચઢ્ઢાના કામમાં વ્યસ્ત થઇ ગયા છે. જો કે અજયને હજુ ઉતાવળ નથી. તે હાલમાં વર્ક ફ્રોમ હોમ કરી રહ્યો છે. તે ઘરે રહી સ્ક્રિપ્ટ વાંચી રહ્યો છે અને એક સ્ક્રિપ્ટ લખી પણ રહ્યો છે. આ ફિલ્મનું નિર્દેશન તે જાતે જ કરશે તેમ સમજાય છે. પોતાના પ્રોડકશન હાઉસમાં જ તે આ ફિલ્મનું નિર્માણ કરશે. અગાઉ તે બિગ બજેટ ફિલ્મ શિવાય આ રીતે આપી ચુકયો છે. તેની પાસે હાલમાં ભુજ, મેદાન, કૈથીની રિમેક, ચાણકય, થેન્ક ગોડ સહિતની ફિલ્મો છે. દિવાળી પછી કદાચ તે શુટીંગ શરૂ કરશે. 

(10:24 am IST)