Gujarati News

Gujarati News

News of Tuesday, 17th January 2023

એમ હું ન કરી શકું: તાપસી પન્‍નુ

સાઉથની ફિલ્‍મોની સાથે સાથે બોલીવૂડમાં પણ નામના મેળવી ચુકેલી તાપસી પન્‍નુએ મોટા ભાગે મહિલા પ્રધાન ફિલ્‍મો કરી છે. આ ફિલ્‍મો ચાલે કે ન ચાલે પણ તેને આવી ફિલ્‍મો મળતી રહી છે. છેલ્લે આવેલી બ્‍લર ખાસ કમાલ કરી શકી નહોતી. આ ફિલ્‍મથી તે નિર્માત્રી પણ બની છે. તે ઘણા સમયથી ફિલ્‍મ નિર્માણ કરવા માંગતી હતી. તાપસી કહે છે મારા દિલોદિમાગમાં આ વિચાર લાંબા સમયથી હતો. અંતે હું પ્રોડયુસર બની ગઇ છું. તાપસીએ અનેક સારી અને હિટ ફિલ્‍મો આપી છે. તે કહે છે હું બહુમુખિ પ્રતિભા ધરાવુ છું એવુ પુરવાર કરવા કંઇ અલગ અલગ જોનરની દરેક ફિલ્‍મો સ્‍વીકારી ન લઉ તો ટાઇપકાસ્‍ટ થવાની ચિંતા કરીને હું સારી ફિલ્‍મોને જાકારો આપી દઉ એમ હું ન કરી શકું. બ્‍લરમાં તાપસીએ દ્રષ્‍ટીહિન યુવતિની ભુમિકા નિભાવી છે. ઘણાને તેનું આ પાત્ર ખુબ ગમ્‍યું છે. તાપસીને પાપારાઝી પસંદ નથી. તે કહે છે જે મિડીયાના લોકો મારી સામે બેસીને વાત કરે છે તેને હું યોગ્‍ય જવાબ આપુ છું. પરાણે કોઇ મારા ફોટા ખેંચે એ મને જરાય પસંદ નથી.

(10:48 am IST)