Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

અશનૂર કોરનું સપનુ થયુ સાકાર

ટીવી પરદાની જાણીતી અભિનેત્રી અશનૂર કોૈરની ઇચ્‍છા પુરી થઇ હતી. તેણે અંતે મુંબઇમાં પોતાનો સપનાનો મહેલ વસાવી લીધો છે. અશનૂરને ચાહકો અનેક નામથી ઓળખે છે. કોઇ તેને ઝાંસીની રાણી કહે છે, કોઇ પટિયાલા બેબ્‍સ કહે છે. સોશિયલ મિડીયા પર પણ તે સતત સક્રિય રહે છે. તેણે હવે મુંબઇમાં નવુ ઘર ખરીદી લીધુ છે. તેના ફોટા ઇન્‍સ્‍ટા ગ્રામ પર મુક્‍યા હતાં. અશનૂર જે ઘરમાં રહે છે તેમાં થોડુ કન્‍સ્‍ટ્રકશન કામ ચાલી રહ્યું છે. ઘર ખરીદવાની ખુશી તેના ચહેરા પર સ્‍પષ્‍ટ જોઇ શકાતી હતી. ઓગણીસ વર્ષની ઉમરે તેણે મુંબઇમાં ઘર ખરીદી સપનુ સાકાર કર્યુ હતું.

(10:13 am IST)