Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

તેઓ હરતી ફરતી સ્‍કૂલ છેઃ પરિવા

પરિવા પ્રણતી ટીવી પરદે હમારી સિસ્‍ટર દીદી, એક દુસરે સે કરતે હૈ પ્‍યાર હમ સહિતના શો કરી ચુકી છે. હવે તે વાગલે કી દુનિયામાં વંદનાનો રોલ નિભાવી રહી છે. પરિવા કહે છે મને આ સિરીયલની ઓફર આવી ત્‍યારે મારા કરતાં મારા માતા-પિતા વધુ ઉત્‍સાહીત હતાં. કારણ કે તેઓ ઓરિજિનલ વાગલે કી દુનિયાના મોટા ચાહક છે. તેમનો ઉત્‍સાહ જોઇને હું સિરીયલ કરવા તૈયાર થઇ ગઇ હતી. અંજન શ્રીવાસ્‍તવ સાથે હું કામ કરુ ત્‍યારે મને ખરેખર તેઓ મારા માતા-પિતા હોય તેવી અનુભુતી થાય છે. તેઓ સેટ પર સતત શ્રીનીવાસ વાગલે બનીને ફરતાં હોય છે. તેઓ અભિનયની હરતી ફરતી સ્‍કૂલ છે. તેમની પાસેથી હું ઘણુ શીખી છું.

(10:13 am IST)