Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

હજુ સપનુ અધુરુ છેઃ નુસરત ભરૂચા

બોલીવૂડમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. પ્‍યાર કા પંચનામા, સોનુ કે ટીટૂ કી સ્‍વીટી સહિતની સુપરહિટ ફિલ્‍મો આપ્‍યા પછી નુસરતની ગાડી સડસડાટ દોડી રહી છે. ઇન્‍ડસ્‍ટ્રીમાં અઢળક અભિનેત્રીઓની વચ્‍ચે તેણે પોતાની અલગ જ ઇમેજ ઉભી કરી લીધી છે. આ કારણે તેને સતત નવી નવી ફિલ્‍મો મળતી રહે છે. નુસરત કહે છે હવે એવો સમય નથી કે તમે કોઇપણ રિમેક બનાવી લો એટલે ચાલી જ જાય. ફિલ્‍મને હિટ થવા માટે ફિલ્‍મ સારી હોય તે ખુબ જરૂરી છે. ફિલ્‍મમાં લખનોૈની છોકરીનો રોલ નિભાવવો એ મારુ સપનુ છે. હું રાહ જોઇ રહી છું કે કોણ મારું આ સપનુ પુરુ કરશે.  ઘણીવાર ફિલ્‍મોને ચાહકો નકારી દે કે બોયકોટ કરી દે ત્‍યારે ખુબ દુઃખ થાય છે. આગામી સમયમાં તે છોરી-૨માં જોવા મળશે.

(10:13 am IST)