Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

વેબ સિરીઝની વીસ સ્‍ક્રિપ્‍ટને ના કહી દીધી હતી રવિનાએ

અભિનેત્રી રવીના ટંડન બોલીવૂડમાં ઉપરાંત ટીવી પરદે પણ કામ કરી ચુકી છે. તે છેલ્લે ડિજીટલ પ્‍લેટફોર્મ પર વેબ સિરીઝમાં જોવા મળી હતી. તેની આ સિરીઝ લોકોને ખુબ ગમી હતી. રવિના ટંડનનું કહેવું છે કે તેણે વેબ સિરીઝ ‘અરણ્‍યક'માં મેં કામ કર્યુ એ પહેલા હું લગભગ વીસ જેટલી સિરીઝની સ્‍ક્રિપ્‍ટને ના પાડી ચુકી હતી. હું માત્ર અને માત્ર મહિલાઓના પાત્ર મજબૂત હોય તેવા જ રોલ કરવા ઇચ્‍છા ધરાવુ છું. મેં ડિજીટલ પ્‍લેટફોર્મ પર એન્‍ટ્રી કરી એ એક મહત્‍વનો હેતુ પાર પાડવાનો હતો.  સ્‍ટ્રોન્‍ગ મહિલા પાત્રવાળી સ્‍ટોરી મને ખૂબ જ પસંદ છે અને કન્‍ટેન્‍ટ આધારિત ફિલ્‍મ કરવી મને ગમે છે. મારે એક જ ટાઇપના રોલ કરવા નહોતાં. આથી મેં વીસ જેટલી કહાનીમાં કામ કરવાની ના પાડી એ ઓફરને ઠુકરાવી દીધી હતી. દર્શકો મને અલગ અલગ પાત્રથી ઓળખે એવા મારા પ્રયાસ છે. મારા જે પાત્ર ન ગમે તે માટે દર્શકો મને ના પણ કહી શકે છે.

(10:25 am IST)