Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

મારી પાસે બીજો રસ્‍તો નહોતોઃ ધીરજ ધૂપર

ટીવી શો કુંડલી ભાગ્‍યમાં કરણ લુથરાનું પાત્ર ભજવનારા અભિનેતા ધીરજ ધૂપર આ શો છોડી દેતાં ચાહકો નિરાશ થયા છે. ધીરજ છેલ્લા પાંચ વર્ષથી આ શો સાથે સંકળાયેલો હતો. શ્રધ્‍ધા આર્યા સાથે તેની જોડી હવે જોવા નહિ મળે. ધીરજે કહ્યુ઼ હતું કે કુંડલી ભાગ્‍યએ મને નામ, દામ અને સ્‍ટારડમ આપ્‍યું છે. મને મારા પાત્ર કરણ લુથરા સાથે ખુબ જ લાગણી છે. શોને આગળ વધારવો એ સ્‍ક્રિપ્‍ટ અને સમયની માંગણી હતી. નિર્માતા સાથે ચર્ચા કરી હું શોથી અલગ થયો છું. મને પોતાને વિશ્વાસ નથી કે હું આ સિરીયલથી અલગ થઇ ગયો છું. પણ મારી પાસે હવે બીજો કોઇ રસ્‍તો નથી. નવી સફર શરૂ કરવાનો મારા માટે આ યોગ્‍ય સમય છે. ધીરજ હવે બોલીવૂડ, પંજાબી ફિલ્‍મો અને ઓટીટીમાં કામ કરવા પ્રયાસ કરશે. જો કે અન્‍ય પ્‍લેટફોર્મ માટે થઇને ટીવીપરદો છોડશે નહિ. ધીરજે બહેને, મિસિસ તેંડુલકર, સસુરાલ સિમર કા, સુહાગી સિંદૂર સહિતના શો કર્યા છે.

(10:26 am IST)