Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

ત્‍યારે લોકો માન્‍યા નહોતાઃ કમલ હાસન

અભિનેતા કમલ હાસને ફિલ્‍મ વિક્રમ હિટલિસ્‍ટ થકી ફરીથી સાબિત કર્યુ છે કે તે અદ્દભુત અભિનેતા છે અને હજુ પણ તેની ફિલ્‍મો કરોડોની કમાણી કરાવી શકે છે. વિક્રમ હિટલિસ્‍ટ સુપરડુપર હિટ થતાં કમલ તેના મિત્રો, પરિવારજનો અને ફિલ્‍મની ટીમના મેમ્‍મર્સને લાખેણી ભેટ આપી રહ્યો છે. તેની આ ફિલ્‍મ ત્રણસો કરોડનો બિઝનેસ કરવા સુધી પહોંચી ગઇ છે. કમલનું કહેવું છે કે તેમની પાસે જ્‍યાં સુધી પૈસા છે ત્‍યાં સુધી તેઓ તેમના પરિવાર અને મિત્રોને ભેટ આપતા જ રહેશે. કમલે કહ્યું હતું કે દરેક વ્‍યક્‍તિ પ્રગતિ કરી શકે છે. તેમને એક એવા લીડરની જરૂર હોય છે જે પૈસાની વધુ ચિંતા ન કરે. મેં જ્‍યારે લોકોને કહ્યું કે હું એક ચપટી વગાડવાથી ૩૦૦ કરોડ કમાઈ શકું છું તો લોકોએ માન્‍યું નહોતું. લોકો માનતા હતા કે હું મજાક કરી રહ્યો છે. જોકે હવે તમે જ એ જોઈ શકો છો. મારી પાસે પૈસા હશે ત્‍યાં સુધી હું લોકોને ભેટ આપતો રહીશ, જ્‍યારે પૈસા નહિ હોય ત્‍યારે લોકોને મદદ નહિ કરું. કોઇ પાસેથી ઉછીના લઇને હું દેખાવ નહિ કરું.

(10:26 am IST)