Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

આવી તક મળવી ખુબ મોટી વાતઃ દિક્ષા

ગુજરાતી ફિલ્‍મ શુભારંભથી અભિનય કારકિર્દી શરૂ કરનારી મુળ ગુજરાતી અભિનેત્રી દિક્ષા જોષીએ બાદમાં કરસનદાસ પે એન્‍ડ યુઝ, શરતો લાગૂ, લવની ભવાઇ, ધૂનકી, પ્રેમ પ્રકરણ સહિતની ફિલ્‍મો કરી હતી. હાલમાં જ તેણે હિન્‍દી ફિલ્‍મમાં એન્‍ટ્રી કરી છે. રણવીર સિંહ સાથે તેણે ફિલ્‍મ જયેશભાઇ જોરદારમાં કામ કર્યુ છે. આ ફિલ્‍મમાં તેણે રણવીરસિંહની બહેનનો રોલ નિભાવ્‍યો હતો. દિક્ષા કહે છે બોલીવૂડમાં એન્‍ટ્રી થઇ જતાં હું અત્‍યંત ખુશ છું. મેં વિચાર્યુ પણ નહોતું કે હું યશરાજ બેનર ફિલ્‍મ્‍સનો ભાગ બનીશ. મને આ બેનરમાં કામ મળ્‍યું તે મારી યાદગાર પળોમાંથી એક છે. હિન્‍દી ફિલ્‍મમાં આ પ્રકારની તક મળવી એ ખુબ મોટી વાત છે. રણવીરસિંહ સાથે શુટીંગનો અનુભવ અદ્દભુત હતો. તે ઉમદા અને આકર્ષક પર્સનાલિટી ધરાવે છે. તેમની એનર્જી સતત બીજાને પ્રભાવીત કરતી રહે છે. દિક્ષા પાસે હજુ વધુ એક હિન્‍દી અને ફિલ્‍મ છે અને કેટલીક ગુજરાતી ફિલ્‍મો પણ તે કરી રહી છે. અભિનય ઉપરાંત ગાયનનો પણ તેને ખુબ શોખ છે. આ માટે ખાસ તાલિમ લીધી છે.  

(10:27 am IST)