Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

ફિલ્‍મ ‘વિકિડા નો વરઘોડો'નું ફર્સ્‍ટ લૂક

(કેતન ખત્રી) અમદાવાદઃ ગુજરાતી ફિલ્‍મ ૅવિકિડા નો વરઘોડોૅનું ફર્સ્‍ટ લૂક પોસ્‍ટર અનોખી એનિમેટેડ ભવાઈ પ્રત્‍યેના દર્શકોના અભૂતપૂર્વ પ્રેમને પગલે રિલીઝ કરવામાં આવ્‍યું છે. આ પોસ્‍ટરમાં ફિલ્‍મની ઝલક છે. ત્રણ કન્‍યામાંથી વિકી સાથે લગ્ન કરનારી કન્‍યા છે કોણ? એ જ આ ફિલ્‍મનું સૌથી મોટું સસ્‍પેન્‍સ છે. સાથે જ આ ફિલ્‍મ તમને પ્રેમ, હાસ્‍ય અને લાગણીઓની દરેક ભાવનાઓથી તરબતર કરશે. આ ફિલ્‍મમાં વિકી તરીકે સુપરસ્‍ટાર મલ્‍હાર ઠાકર, અનુશ્રી તરીકે મોનલ ગજ્જર, રાધિકા તરીકે જ્‍હિનલ બેલાણી, અને વિદ્યાની ભૂમિકામાં માનસી રાચ્‍છ છે. અનુરાગ પ્રપન્‍ના અને અલ્‍પના બુચ દ્વારા વિકીના પિતા અને માતાની ભૂમિકા ભજવવામાં આવી છે. આ ફિલ્‍મ ૮ જુલાઈ ૨૦૨૨ના રોજ મોટા પડદા પર આવશે.(૩૦.૬)

 

(11:05 am IST)