Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

‘મિર્ઝાપુર ૩' લખશે કાલીન ભૈયા અને ગુડ્ડુની દુશ્‍મનાવટનો નવો અધ્‍યાય, આવતા સપ્તાહથી શરૂ થશે શૂટિંગ

અભિનેતા પંકજ ત્રિપાઠીનું કહેવું છે કે તે ક્રાઈમ ડ્રામા સિરીઝની ત્રીજી સીઝનનું શૂટિંગ શરૂ કરવા આતુર છે : આ સિરીઝ આવતા વર્ષે એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થઈ શકે છે

મુંબઇ, તા.૧૭: એમેઝોન પ્રાઇમની લોકપ્રિય શ્રેણી ઁમિર્ઝાપુરઁની ત્રીજી સીઝનનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થઈ રહ્યું છે. શ્રેણીમાં કાલીન ભૈયાના પાત્ર માટે જાણીતા અભિનેતા પંકજ ત્રિપાઠી કહે છે કે તેઓ ક્રાઈમ ડ્રામા શ્રેણીની ત્રીજી સીઝનનું શૂટિંગ શરૂ કરવા આતુર છે. મિર્ઝાપુરમાં નિર્દય માફિયા અખંડાનંદ ‘કાલીન' ત્રિપાઠી તરીકે અભિનય કરનાર ત્રિપાઠીએ કહ્યું કે દરેક જણ સત્તાના ભૂખ્‍યા છે. મિર્ઝાપુરમાં આ બતાવવામાં આવ્‍યું છે.
તેણે કહ્યું કે હું ફરીથી કાલીન ભૈયા બનવા માટે ખૂબ જ ઉત્‍સાહિત છું. હું જાણું છું કે આ શ્રેણી માટે ચાહકોનો ઉત્‍સાહ ઘણો વધારે છે. હું આવતી કાલે કોસ્‍ચ્‍યુમ ટ્રાયલ કરીશ અને એક અઠવાડિયામાં અમે શૂટિંગ શરૂ કરીશું. હું હવે સંપૂર્ણ સ્‍ક્રિપ્‍ટ સાંભળીશ.
પંકજે કહ્યું કે આ શો અને કાલિન ભૈયાના પાત્રને જીવવાની ઘણી મજા આવે છે. હું વાસ્‍તવિક જીવનમાં શક્‍તિહીન માણસ છું, તેથી મને કાલીન ભૈયા દ્વારા જ શક્‍તિનો અનુભવ થાય છે. તેમણે કહ્યું કે દરેક વ્‍યક્‍તિ સત્તાના ભૂખ્‍યા છે. મિર્ઝાપુરમાં આ બતાવવામાં આવ્‍યું છે.
આ શ્રેણીનું નિર્માણ રિતેશ સિધવાની અને ફરહાન અખ્‍તર દ્વારા એક્‍સેલ એન્‍ટરટેઈનમેન્‍ટ હેઠળ કરવામાં આવ્‍યું છે. મિર્ઝાપુર ૨૦૧૮ માં તેની શરૂઆતથી સૌથી મોટી ભારતીય મૂળ શ્રેણીમાંની એક છે. તેની બીજી સિઝન વર્ષ ૨૦૨૦માં ભારતમાં સૌથી વધુ જોવાયેલ શોમાંની એક હતી.પંકજ ત્રિપાઠી ઉપરાંત, મિર્ઝાપુર સીઝન ૩ માં અલી ફઝલ, શ્વેતા ત્રિપાઠી શર્મા, રસિકા દુગલ, વિજય વર્મા, હર્ષિતા ગૌર, અંજુમ શર્મા, પ્રિયાંશુ પૈન્‍યુલી, શીબા ચઢ્ઢા અને રાજેશ તૈલાંગ પણ છે. તે જ સમયે, નવી સીઝનની સ્‍ક્રિપ્‍ટ અને સંવાદો પાછળ અપૂર્વ ધર બડગૈયા, અવિનાશ સિંહ, વિજય વર્મા અને અવિનાશ સિંહ તોમર છે, જ્‍યારે વાર્તાનો શ્રેય પુનીત કળષ્‍ણ અને વિનીત કળષ્‍ણને જાય છે. આ શ્રેણીના નિર્દેશનની જવાબદારી ગુરમીત સિંહ અને આનંદ અય્‍યર સંભાળશે. એવું માનવામાં આવે છે કે આ સિઝનમાં કાલીન ભૈયા અને ગુડ્ડુ વચ્‍ચે દુશ્‍મનાવટ વધુ વધશે. આ સિરીઝમાં અલી ફઝલ ગુડ્ડુની ભૂમિકામાં છે.કારણ કે તેનું શૂટિંગ હમણાં જ શરૂ થઈ રહ્યું છે. આવી સ્‍થિતિમાં, આશા રાખી શકાય કે મિર્ઝાપુરની ત્રીજી સિઝન આવતા વર્ષ પહેલા નહીં આવે.

 

(11:45 am IST)