Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

થ્રિલર કહાની વધુ ગમે છે બિપાશાને

અભિનેત્રી બિપાશા બાસુ અભિનેતા કરણસિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા પછી લાંબા સમયથી અભિનયથી દૂર હતી. હવે તે ફરીથી પતિ કરણસિંહ સાથે થ્રિલર વેબ સિરીઝ 'ડેન્જરસ'માં જોવા મળી છે. આ સિરીઝમાં બે સિરીઝમાં તે પોલીસ ઓફિસરનો રોલ નિભાવી રહી છે. બિપાશાએ કહ્યું હતું કે મને થ્રિલર કહાની ખુબ જ ગમે છે. તેમાં ડ્રામા, એકશન, રોમાન્સ અને ડર એવું બધું એક સાથે હોય છે. થ્રિલર કોઇપણ કલાકાર માટે એક પરફેકટ કેનવાસનું નિર્માણ કરે છે. અલગ-અલગ જોનરનું કામ થ્રિલરમાં એક સાથે કરવાની તક મળે છે. આ કારણે મને આ શૈલી સતત આકર્ષિત કરતી રહે છે. દર્શકોને પણ થ્રિલર કહાનીઓ વધુ ગમતી હોય છે. તે પોતે પણ પોતાની રીતે રહસ્ય ઉકેલવા મથવા માંડે છે. ડેન્જરસમાં ભરપુર થ્રિલ છે. ફરી વાર મને વિક્રમ ભટ્ટ, ભુષણ પટેલ અને મિકા સિંહ સાથે કામ કરવાની તક મળી રહી છે. ઓટીટી પ્લેટફોર્મ મેકસ પ્લેયર પર આ સિરીઝ રિલીઝ થઇ ચુકી છે. કરણ સિંહ, બિપાશાની સાથે સુયશ રોય, સોનાલી રાઉત, નતાશા સુરી અને નિતીન અરોડા પણ ખાસ રોલમાં છે.

(9:56 am IST)