Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીઝના 80 ટકા લોકોની પાસે કામ નથી અને લોકો સુશાંતના મોત ઉપર લડી રહ્યા છેઃ અનદેખી ડાયરેક્‍ટર આશીષ આર. શુક્‍લાનું નિવેદન

નવી દિલ્હી: ઇન્ડસ્ટ્રીના 80 ટકા લોકોની પાસે કામ નથી અને લોકો સુશાંતની મોત પર લડી રહ્યાં છે: અનદેખી ડાયરેક્ટર આશીષ આર. શુક્લા. શુક્લા બોલીવુડ કલાકાર સુશાંત સિંહ રાજપૂતના મોતે ઇન્ડસ્ટ્રીને બે ભાગમે વહેંચી છે. એક જૂથ સુશાંત સિંહ રાજપૂતને ન્યાય અપાવવા માટે લડવાના નામ પર સતત નિવેદન આપી રહ્યું છે અને ઇન્ડસ્ટ્રીના જાણીતા દિગ્ગજો પર નિશાન સાધી રહ્યું છે. તો બીજી તરફ એક જૂટ એવુ પણ છે જે આ મુદ્દા પર ચુપ છે. આ જૂથનું માનવું છે કે, તમામ કાયદાકીય પ્રક્રિયાનું સન્માન કરવું જોઇએ.

સોની લાઇવ પર રિલીધ થયેલી વેબ સીરીઝ અનદેખીના ડાયરેક્ટર આશીષ આર શુક્લા આ જૂથથી આવે છે. આશીષે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ઇન્ડસ્ટ્રીના કેટલાક લોકો સુશાંત સિંહ રાજપૂતના મોતનો ફાયદો ઉઠાવા માંગે છે. જેના કારણે સતત નિવેદનો આપી રહ્યાં છે. આશીષના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસ મહામારીના કારણે અમારી ઇન્ડસ્ટ્રીઝના 80 ટકા લોકોની પાસે કોઇ કામ નથી પરંતુ કોઇ તેના વિશે વાત કરી રહ્યું નથી. જે લોકો સુશાંત સિંહ રાજપૂતના મોત પર સતત નિવેદનો આપી રહ્યાં છે શું આ લોકોનો અવાજ પણ ઉઠાવશે?

સોની લાઇવ પર રિલીધ થયેલી વેબ સીરીઝ અનદેખીના ડાયરેક્ટર આશીષ આર શુક્લા આ જૂથથી આવે છે. આશીષે અમારી સહયોગી વેબસાઇટ બોલીવુડ લાઇફ સાથેના Exclusive ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ઇન્ડસ્ટ્રીના કેટલાક લોકો સુશાંત સિંહ રાજપૂતના મોતનો ફાયદો ઉઠાવા માંગે છે. જેના કારણે સતત નિવેદનો આપી રહ્યાં છે. આશીષના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસ મહામારીના કારણે અમારી ઇન્ડસ્ટ્રીઝના 80 ટકા લોકોની પાસે કોઇ કામ નથી પરંતુ કોઇ તેના વિશે વાત કરી રહ્યું નથી. જે લોકો સુશાંત સિંહ રાજપૂતના મોત પર સતત નિવેદનો આપી રહ્યાં છે શું આ લોકોનો અવાજ પણ ઉઠાવશે?

સોની લાઇવની 'અનદેખી'ને પ્રેક્ષકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. આ વેબ સીરીઝ કેટલાક રિયલ ઇન્સીડેન્ટ્સ પર આધારિત છે, જેમાં આશીષ આર શુક્લાએ ડાયરેક્ટ કરી છે. વેબ સીરીઝ અનદેખી વગર કોઇ મોટા નામની હિટ ફિલ્મ રહી છે, જેના પર વાત કરતા આશીષે કહ્યું કે, આ ઓટીટીની સફળતા છે. જો હું આ વેબ સીરીઝને થિએટર માટે બનાવતો તો કદાચ કોઇ મોટા નામને સાઇન કરતો અને પછી આખું બજેટ તે એક્ટરને સાઇન કરવામાં જતુ રહેતું. જો કે, ઓટીટીના કારણે એક ડાયરેક્ટર તરીકે હું નવા એક્ટર્સની સાથે પ્રોજેક્ટ બનાવવાનો રિસ્ક લઇ શકુ છું. જે રૂપિયા કદાચ એક મોટા એક્ટરને સાઇન કરવામાં જતા, હવે તે હું પ્રોજેક્ટ પર ખર્ચ કરી શકુ છું.

(5:07 pm IST)