Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

બોલીવૂડમાં મુળીયા મજબૂત કરી રહ્યો છે કાર્તિક આર્યન

બોલીવૂડમાં આપબળે આગળ આવેલા હીરોમાં કાર્તિક આર્યન સામેલ છે. મધ્‍યપ્રદેશ ગ્‍વાલીયરનો આ સ્‍માર્ટી છોકરો ૨૦૧૧માં પ્‍યાર કા પંચનામામાં સોૈ પહેલા જોવા મળ્‍યો હતો. એ પછી તેણે એક પછી તેને ખુબ સંઘર્ષ કર્યો છે. પ્‍યાર કા પંચનામા-૨ અને સોનુ કી ટીટૂ કી સ્‍વીટૂએ તેને સફળતાના શીખરનો રસ્‍તો બતાવ્‍યો હતો. હવે તે બોલીવૂડમાં સફળ સ્‍ટાર બની ચુક્‍યો છે અક્ષય કુમારની ભુલભૂલેૈયા-૨માં તેણે સ્‍થાન મેળવ્‍યું હતું અને આ ફિલ્‍મ સુપરહિટ થતાં બોલીવૂડમાં તેની ડિમાન્‍ડ વધી ગઇ છે. તે બોલીવૂડમાં મુળીયા મજબૂત કરી રહ્યો છે. વધુ એક વખત તે અક્ષયને રિપ્‍લેસ કરી હેરાફેરી-૩માં એન્‍ટર થઇ ગયો છે. જો કે આ ફિલ્‍મમાં રાજૂ (અક્ષય)ના પાત્રને જ કાઢી નાખવામાં આવ્‍યુ હોવાનું કહેવાય છે. તેની બદલે કાર્તિકને નવા જ પાત્ર સાથે રજૂ કરાશે. કાર્તિકની ફિલ્‍મ ફ્રેડી, શેહઝાદા તથા સત્‍ય  પ્રેમ કી કથા ચર્ચામાં છે. જેમાં સત્‍ય પ્રેમ કી કથાનું હાલમાં જ ગોંડલમાં શુટીંગ થયું છે.

(10:47 am IST)