Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

બે ફિલ્‍મો પર આશા રાખીને બેઠી છે પૂજા

હિટ અને ફલોપ એ દરેક અભિનેતાઓની કારકિર્દીનો એક ભાગ હોય છે. અભિનેત્રી પૂજા હેગડેએ સતત છ હિટ ફિલ્‍મો આપી હતી. તમિલ, તેલુગુ, હિનદી સહિતની ભાષામાં તે કામ કરી રહી છે. સાઉથમાં તે સોૈથી વધુ જાણીતી છે અને દર્શકોમાં લોકપ્રિય છે. છેલ્લા વર્ષોમાં તેણે અરવિંદા સમેથા, મહર્ષિ, ગદ્દાલકોંડા ગણેશ, હાઉસફુલ-૪, અલા વૈકુંઠપુરમુલુ અને મોસ્‍ટ એલિજિબલ બેચલર જેવી હિટ ફિલ્‍મો ૨૦૧૮થી ૨૦૨૧ વચ્‍ચે આપી હતી. એ પછી તેણે સતત ચાર ફલોટ ફિલ્‍મો આપી છે. પ્રભાસ સાથેની રાધે શ્‍યામ બોક્‍સ ઓફિસ પર કમાલ દેખાડી શકી નહોતી.  તેલુગુ ફિલ્‍મ આચાર્ય અને તમિલ ફિલ્‍મ બીસ્‍ટ પણ નિષ્‍ફળ નીવડી હતી. છેલ્લે રણવીરસિંહ સાથે આવેલી સરકસના હાલ પણ અત્‍યંત ખરાબ થઇ ગયા હતાં. પૂજા કહે છે આશા અમર છે, હજુ બે ફિલ્‍મો આવી રહી છે. આ વર્ષમાં પૂજાની સલમાન ખાન સાથેની ફિલ્‍મ કિસી કા ભાઇ કિસી કી જાન અને એક સાઉથની ફિલ્‍મ આવશે. 

(10:49 am IST)