Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

‘પુષ્‍પા ધ રૂલ' માટે ચાહકો અધીરા

અલ્લુ અર્જુનની આગામી ફિલ્‍મ ‘પુષ્‍પા ધ રૂલ' માટે ચાહકો અત્‍યારથી જ પાગલ છે. આ ફિલ્‍મે રિલીઝ પહલા જ કરોડો કમાઇ લીધા છે. તેના છ મિનીટના એક સીન માટે અધધધ સાઇઠ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્‍યા છે. ફિલ્‍મમાં અલ્લુ અર્જુનની સાથે રશ્‍મિકા મંદાના પણ લીડ રોલમાં છે.  ઓગષ્‍ટ મહિનામાં રિલીઝ થનારી આ ફિલ્‍મના છ મિનીટના એક સિનને શૂટ કરવામાં ત્રીસ દિવસ લાગ્‍યા હતાં. ગંગમ્‍મા જતારા અને ફાઇટ સીક્‍વન્‍સના એ દ્રશ્‍ય હતાં. ગંગમ્‍મા જતારા એ એક તહેવાર છે જેને દક્ષિણ ભારતમાં ઘણી જગ્‍યાએ ઉજવવામાં આવે છે.

(9:44 am IST)