Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

રિલીઝ પહેલા જ પુષ્‍પા ૨એ ૫૦૦ કરોડ કમાઈ લીધા

OTT પ્‍લેટફોર્મે ‘પુષ્‍પા-૨'ના ડિજિટલ રાઇટ્‍સ ખૂબ જ મોંઘા ભાવે ખરીદ્યા

મુંબઇ તા.૧૯ : અલ્લુ અર્જનની શ્નપુષ્‍પા ૨ઙ્ખની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કદાચ આ જ કારણ છે કે માર્કેટમાં આ ફિલ્‍મની ડિમાન્‍ડ દિવસેને દિવસે વધી રહી છે. થોડા દિવસો પહેલા સમાચાર આવ્‍યા હતા કે રવિના ટંડનના પતિ અનિલ થડાનીએ પુષ્‍પા ૨ના મેકર્સ સાથે ૨૦૦ કરોડ રૂપિયાની ડીલ કરી છે. હવે સમાચાર આવી રહ્યા છે કે OTT પ્‍લેટફોર્મે પુષ્‍પા ૨ના ડિજિટલ રાઇટ્‍સ ખૂબ જ મોંઘા ભાવે ખરીદ્યા છે. ચાલો જાણીએ કે પુષ્‍પા ૨ એ ડિસ્‍ટ્રિબ્‍યુશન રાઇટ્‍સ અને ડિજિટલ રાઇટ્‍સ વેચીને કેટલા કરોડ રૂપિયા કમાયા છે.

રૂ. ૨૦૦ કે રૂ. ૩૦૦ કરોડ નહીં પરંતું રૂ. ૫૦૦ કરોડની રિલીઝ પહેલાની કમાણી

અહેવાલ મુજબ, અનિલ થડાનીએ પુષ્‍પા ૨ને ઉત્તર ભારતના થિયેટરોમાં લઈ જવાની જવાબદારી લીધી છે. અનિલ થડાનીએ ૨૦૦ કરોડ રૂપિયામાં પુષ્‍પા-૨ના વિતરણ અધિકારો ખરીદ્યા છે. હવે નેટફિ્‌લક્‍સે રૂ. ૨૫૦ કરોડની મૂળ કિંમતે પુષ્‍પા ૨ના ડિજિટલ અધિકારો લીધા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઝ ઙ્કાઈસ વધારીને ૩૦૦ કરોડ રૂપિયા થઈ શકે છે. એટલે કે ૫૦૦ કરોડના બજેટમાં બનેલી શ્નપુષ્‍પા ૨ઙ્ખએ રિલીઝ પહેલા જ ૪૫૦-૫૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

રેકોર્ડ તોડી શકયા નથી

પુષ્‍પા ૨' ‘KGF-2'નો રેકોર્ડ તોડી શકી નથી. રિપોર્ટ અનુસાર એમેઝોન ઙ્કાઇમ વીડિયોએ ‘KGF-2’ના ડિજિટલ રાઇટ્‍સ ૩૨૦ કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. જ્‍યારે નેટફિ્‌લક્‍સે શાહરૂખ ખાનની શ્નજવાનઙ્ખના રાઇટ્‍સ ૨૫૦ કરોડ રૂપિયામાં લીધા હતા.

(10:46 am IST)