Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

‘અનુપમા’ સિરીયલમાં વનરાજ અને કાવ્યાના લગ્ન થશેઃ અનુપમાનો છૂટાછેડા બાદ નવો અવતાર જોવા મળશે

મુંબઇઃ અનુપમા સીરિયલમાં એક મોટો ટ્વિસ્ટ આવવાનો છે. સાદી સીધી દેખાતી અનુપમા ડિવોર્સ બાદ એકદમ બદલાઈ જશે. મેકઓવર થશે અને તે નવા અવતારમાં જોવા મળશે. ઉપરાંત લાંબા સમય બાદ કાવ્યાના ચહેરા પર શાંતિ જોવા મળી રહી છે. અનુપમાને તલાક આપ્યા બાદ પણ વનરાજ ફક્ત તેના ખ્યાલમાં ડૂબેલો છે. પણ હવે સિરિયલમાં એવા એવા વળાંક આવવાના છે કે દર્શકો જકડાઈને બેસી રહેશે

અનુપમા પર વનરાજ ગુસ્સે થશે

આવનારા એપિસોડમાં તમને જોવા મળશે કે વનરાજ બધાની સામે કાવ્યાએ જે પણ કઈ કર્યું તે માટે તેને સંભળાવશે. ડોક્ટર અદ્વૈત અનુપમાને બતાવશે તેની બીમારી વિશે. અનુપમાની હિંમત જોઈને તે તેના વખાણ કરશે. તેને મજબૂતાઈથી બીમારી સામે લડવાનું કહેશે. એપિસોડમાં જોવા મળશે કે કાવ્યા અદ્વૈત અને અનુપમાને લઈને વનરાજના કાન ભરશે. વનરાજ પણ અદ્વૈત અને અનુપમાને સાથે જોઈને શક કરશે. એવું પણ જોવા મળશે કે કાવ્યા વનરાજને ચાની સાથે કૂકીઝ આપશે જેનાથી વનરાજની હાલત ખરાબ થશે. અનુપમા દોડીને વનરાજ પાસે આવશે અને કાવ્યાને કહેશે કે તે ફરીથી વનરાજને ચા સાથે કૂકીઝ આપે. બધુ જોઈને વનરાજ ગુસ્સે ભરાશે અને અનુપમાને દૂર રહેવાનું કહેશે.

વનરાજ અને કાવ્યાના લગ્ન

એપિસોડમાં જોવા મળશે કે કાવ્યા અદ્વૈત અને અનુપમાને લઈને વનરાજના કાન ભરશે. વનરાજ પણ અદ્વૈત અને અનુપમાને સાથે જોઈને શક કરશે. આવામાં તે જીવનમાં આગળ વધવાનો નિર્ણય લેશે. આવનારા દિવસોમાં વનરાજ અને કાવ્યાના લગ્ન થશે.

અનુપમાનો નવો અવતાર

બાજુ અનુપમાની વાત કરીએ તો અનુપમા ડિવોર્સ બાદ નવો અવતાર ધારણ કરશે. જેનો પુરાવો આપે છે રૂપાલી ગાંગુલીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી કેટલીક તસવીરો. પતિથી અલગ થયા બાદ અનુપમાએ પોતાની જાત પર ધ્યાન આપ્યું છે.

પોતાના માટે વિચારશે અનુપમા

અનુપમા સિરિયલમાં દર્શકો જોઈ ચૂક્યા છે કે વનરાજ અને અનુપમાએ એકબીજાને ડિવોર્સ આપી દીધા છે. બંનેના રસ્તા અલગ થઈ ગયા છે. ડિવોર્સ બાદ અનુપમા નિર્ણય લે છે કે તે હવે ફક્ત પોતાના માટે જીવશે અને પોતાની ખુશીઓને સૌથી ઉપર રાખશે.

નવા અવતારમાં લાગે છે સુંદર

નિર્ણય બાદ અનુપમાનું મેકઓવર કરાયું છે. નવા અવતારમાં રૂપાલી ઉર્ફે અનુપમા ખુબ સુંદર લાગે છે. દર્શકોને ચોક્કસપણે રૂપ ગમશે.

સ્ટાઈલમાં કર્યો ફેરફાર

નવા અવતારમાં અનુપમાની સાડીઓનું કલેક્શન બદલાઈ ગયું છે. સાથે   વાળની સ્ટાઈલ પણ બદલાઈ છે.

ફેન્સ જુએ છે રાહ

અનુપમા અને વનરાજના ડિવોર્સ બાદ રૂપાલી ઉર્ફે અનુપમાના નવા અવતારનો ફેન્સ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આવામાં તસવીરો ફેન્સને આવનારા એપિસોડની કેટલીક ઝલક દેખાડી શકે છે.

આગળ જતા એક થઈ શકે અનુપમા અને વનરાજ

એવી આશા દર્શકો સેવી રહ્યા છે કે ભવિષ્યમાં વનરાજ અને અનુપમા સાથે થઈ જાય. પરંતુ હાલ તો એવા કોઈ અણસાર જોવા મળી રહ્યા નથી.

(4:49 pm IST)