Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

કૃણાલ ખેમુની ખુશીનો પાર નથી

ડિજીટલ પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી બોલીવૂડ અભિનેતા કૃણાલ ખેમુની ફિલ્મ લૂટકેસ દર્શકોને ખુબ પસંદ પડી છે. હવે આ ફિલ્મના ખુદ બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને વખાણે કર્યા છે અને તેમણે કૃણાલ ખેમુને અભિનંદન આપતો એક પત્ર પણ મોકલ્યો છે. કૃણાલ પોતાના આ વખાણથી ગદ્દગદીત થઇ ગયો છે. તેણે પોતાને અમિતાભ બચ્ચને મોકલેલો લેટર ટ્વિટર પર પોસ્ટ કરી લખ્યું હતું કે આ ખુબ જ શાનદાર છે. મેં ઘણીવખત આ અંગે વાંચ્યું હતું અને સાંભળ્યું હતું. ત્યારે હું મનોમન વિચાર કરતો હતો કે હું પણ કયારેક આને લાયક બનીશ. આ પત્ર માટે હું બચ્ચનસરનો આભાર માનુ છું.

હું અત્યંત ખુશ છું. અમિતાભ બચ્ચને પોતાના હાથે લખેલો પત્ર કૃણાલે પોસ્ટ કર્યો છે. લૂટકેસ અમિતાભને ખુબ ગમી છે અને તેણે કૃણાલના અભિનયના પણ વખાણ કર્યા છે. કૃણાલ ફિલ્મમાં મધ્યમવર્ગીય યુવાનના રોલમાં છે. જેને પૈસા ભરેલી એક સુટકેસ મળે છે. પછી જે થાય છે તે બધુ ખુબ મજેદાર છે. અમિતાભ બચ્ચને લેખક, નિર્દેશક અને સહકલાકારોના પણ વખાણ કર્યા છે.

(9:35 am IST)