Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

ભવિષ્‍યમાં પણ આવા પાત્રો કરીશ : હંસિકા

હંસિકા મોટવાણીએ બાળક કલાકાર તરીકે કારકિર્દી શરૂ કરી હતી. શાકા લાકા બૂમ બૂમ, કહો ના પ્‍યાર હૈ સહિતમાં તે બાળ કલાકાર હતી. એ પછી હિમેશ રેશમીયાની આપ કા સુરૂરમાં તે હિરોઇન બનીને આવી હતી. ત્‍યારબાદ તે સાઉથ ઇન્‍ડસ્‍ટ્રીમાં પહોંચી હતી અને ત્‍યાં તેણે ભરપુર સફળતા મેળવી છે. તેણે હાલમાં જ પચાસ ફિલ્‍મો પુરી કરી લીધી છે. હંસિકા કહે છે આ માઇલસ્‍ટોનની હું ઉજવણી કરવા ઇચ્‍છુ છું. છેલ્લે હંસિકા માહ નામની ફિલ્‍મમાં માતાના રોલમાં દેખાઇ હતી. એકત્રીસ વર્ષિય હંસિકાએ કહ્યું હતું કે આ ભુમિકા ભજવીને હું ખુબ જ ખુશ છું અને ઉત્‍સાહિત છું.
મને લાગે છે કે હિરોઇન માતાની ભુમિકા ભજવવાનું ટાળે છે એ ખોટી વાત છે. જે ઓફર મળે તેમાંથી શું પસંદ કરવું એ આપણા પર નિર્ભર હોય છે. હું ભવિષ્‍યમાં પણ માતાના પાત્રો કરવા તૈયાર છું, પણ તે મજબૂત હોવા જોઇએ. સારી ભુમિકા ભજવવામાં કોઇ વાંધો ન હોય.

 

(11:01 am IST)