Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

નિર્દેશક બનવાની ઇચ્‍છા છે અભયની

ધર્મેન્‍દ્રના ભત્રીજા અભય દેઓલે વધુ ફિલ્‍મો કરી નથી પરંતુ તેની મોટા ભાગની ફિલ્‍મો પરંપરાગત બોલીવૂડની ફિલ્‍મો કરતાં જુદી છે. અહિ તેણે પોતાના ભાઇ-બહેનોથી અલગ જ પ્રતિભા ઉભી કરવાનો પ્રયાસ કર્યો છે અને તેમાં તે સફળ પણ રહ્યો છે. અભય કહે છે મારી સામે જે પડકારો હતાં તે સમય વિતતા વધુ વિકસ્‍યા, મોટા થયા પણ સાથે તક મળી હતી. જો કે એ પણ મુશ્‍કેલ હતી. મને તક મળે તો હું અભિનેતા તરીકે ઘણુ કરી શકું એ મને ખબર છે. જો કે હું કામ સતત કરતો રહ્યો છું. આ ક્ષેતમાં ટકી રહેવું અને સતત દબાણ હેઠળ જીવવું મુશ્‍કેલ છે. અભય કહે છે હવે મારી ઇચ્‍છા ફિલ્‍મનું નિર્દેશન કરવાની પણ છે. હું અભિનય કરતો રહીશ અને સાથે નિર્દશન પણ કરીશ. અભયએ ૨૦૦૭માં મનોરમા સિક્‍સ ફીટ અન્‍ડરથી શરૂઆત કરી હતી. એ પછી ઓયે લકી લકી ઓયે, દેવ ડી, જિંદગી ના મિલેગી દોબારા સહિતની ફિલ્‍મો કરી છે. તે ઓટીટીમાં પણ કામ કરી ચુક્‍યો છે. હવે નિર્દેશક બનવાની તેની ઇચ્‍છા વધુ તિવ્ર બની રહી છે.

 

(11:04 am IST)