Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

પ્રારંભે ખુબ તકલીફો પડી હતીઃ અવિનાશ

વજન ઓછું કરવું મોટા ભાગના લોકો માટે એક ખરાબ સપના જેવું હોય છે, કારણ કે એ ખૂબ મુશ્કેલ છે. હું ફિટનેસને ખૂબ મહત્ત્વ આપું છું, પરંતુ આ વખતે મને પણ મુશ્કેલી પડી હતી. મેં ૧૩ કિલો વજન ઘટાડ્યું છે.  ટીવી શો 'તેરે બિના જિયા જાયે ના'માં પ્રિન્સ દેવરાજનો રોલ નિભાવી રહેલા અભિનેતા અવિનાશ રેખીએ આ વાત કરી હતી. આ શોની સ્ટોરી ક્રિષ્ણા ચતુર્વેદીની આસપાસ ફરે છે. તે પ્રિન્સ દેવરાજ સાથે પોતાની પરીઓની કહાનીની શરૂઆત કરવા માગતી હોય છે. આ પહેલાં કદી પણ મેં આટલુ ઝડપથી મારું વજન ઉતાર્યુ નહોતું. મને લાગે છે ચોક્કસ ડાયટ પ્લાન અને એકસરસાઇઝને અનુસરવાથી તમે ચોક્કસ પરિણામ મેળવી શકો છો.  હું ૨૪ કલાકમાં એક જ વાર જમતો હતો. મેં વજન ઘટાડવાની શરૂઆત કરી ત્યારે ખુબ તકલીફો પડી હતી. વજન ઘટાડ્યા પછી મેં નવી હેરસ્ટાઇલ અપનાવી હતી અને અલગ લૂક મેળવ્યો હતો.

(10:11 am IST)