Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

મને સ્ક્રિપ્ટ તરત ગમી ગઇ હતીઃ આયુષ્યમાન

 

આયુષ્યમાન ખુરાના અને આનંદ એલ. રાયની હેટ્રીક થઇ રહી છે. આ બંને સતત ત્રીજી ફિલ્મ સાથે કરી રહ્યા છે. અત્યાર સુધી આયુષ્યમાને રોમાન્ટીક અને કોમેડી પ્રકારના રોલ જ ભજવ્યા છે. પરંતુ હવે તે એકશન કરતો જોવા મળવાનો છે. આ ફિલ્મનું નામ 'એકશન હીરો' રખાયું છે. આયુષ્યમાન હવે કેવી એકશન કરે છે તે જોવું રહ્યું.  આ ફિલ્મને આનંદ એલ. રાય તથા ટી-સિરીઝ સાથે મળી બનાવી રહ્યા છે. કરશે. નિર્દેશન અનિરૂધ્ધ ઐયરને સોંપાયું છે. અગાઉ આયુષ્માન અને આનંદ એલ. રાયે શુભ મંગલ સાવધાન અને  શુભ મંગલ જ્યાદા સાવધાનમાં સાથે કામ કર્યું હતું. એકશન હીરો વિશે આનંદે કહ્યું હતું કે પહેલી વખત અમે આવા પ્રકારની ફિલ્મ લાવ્યા છીએ. આયુષ્યમાને કહયું હતું કે મને આ સ્ક્રિપ્ટ તરત જ પસંદ પડી ગઈ હતી. તે હાસ્યાસ્પદ અને ફ્રેશ છે. આ ફિલ્મમાં નુકસાનકારક અને સિનેમાની તમામ માયાજાળને દેખાડવામાં આવશે. આ ફિલ્મ વિશે ભૂષણકુમારે કહ્યું હતું કે આયુષ્માન એકશન હીરોનાં રોલમાં બરાબર બંધ બેસે છે. ટી-સિરીઝની તેની સાથે આ ચોથી ફિલમ છે.

(10:11 am IST)