Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

બિગ બોસ ૧૪ની સ્પર્ધક

નિકી તંબોલી કોરોના પોઝિટિવ

મુંબઇ, તા.૨૦: જાણીતા ટીવી રિયાલિટી શો બિગ બોસની ૧૪મી સિઝનમાં જોવા મળેલી નિકી તંબોલીના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. નિકી તંબોલીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી જણાવ્યું કે, તે પણ કોરોના સંક્રમિત થઇ છે. હાલ તેને ઘરે જ કવોરન્ટાઇન કરવામાં આવી છે. નિકી તંબોલીના ફેન્સ તેના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી રહ્યાં છે.

નિકી તંબોલીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાં લખ્યું કે, હું આજે સવારે કોવિડ પોઝિટિવ આવી છું. હું સેલ્ફ કવોરન્ટાઇન છું અને ડોકટર્સની સલાહ પ્રમાણે દવા લઇ રહી છું. છેલ્લા કેટલાક દિવસોમાં મારા સપર્કમાં આવેલા લોકોને અપીલ કરું છું કે તેઓ પણ પોતાનો ટેસ્ટ કરાવી લે.

નિકીએ આગળ લખ્યું કે, હું હંમેશા તમારા પ્રેમ અને સપોર્ટની આભારી રહીશ. પ્લીઝ તમે લોકો સુરક્ષિત રહો. હંમેશા માસ્ક પહેરો, સતત હાથોને સેનિટાઇઝ કરતાં રહો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો. પ્રેમ કરો અને ખુશ રહો. નિકીની આ પોસ્ટ તેના ફેન્સ વચ્ચે વાયરલ થઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે, નિકી તંબોલીને રિયાલિટી શો બિગ બોસ ૧૪ દ્વારા ઓળખ મળી. શોમાં નિકીનો અંદાજ તેના ફેન્સને પસંદ પડ્યો અને તે શોના અંત સુધી પહોંચવામાં સફળ રહી હતી. જો કે, તે ટ્રોફી જીતી શકી નહોતી અને રુબીના દિલૈક વિજેતા બની હતી.

(3:35 pm IST)