Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

દિશાની ચાર ફિલ્‍મો માટે ચાહકો આતુર

અભિનેત્રી દિશા પટાની અને મોટી ફિલ્‍મોની ઓફર ઠુકરાવી ચુકી છે. બોલીવૂડમાં  તે પોતાની ફિટનેસ અને અભિનયને કારણે જાણીતી બની છે. દિશાએ ઇન્‍ડસ્‍ટ્રીમાં પોતાની શાનદાર અને અલગ ઓળખ ઉભી કરવામાં સફળતા મેળવી છે. તે ટાઇગર શ્રોફ સાથેની મિત્રતાને કારણે પણ ચર્ચામાં રહે છે. કારકિર્દીનો આરંભ સુશાંત સિંહ સાથેની એમ એસ ધોની ફિલ્‍મથી કર્યો હતો. એ પછી તે બાગી-૨, ભારત, મલંગ સહિતની સુપરહિટ ફિલ્‍મો કરી ચુકી છે. તાજેતરમાં દિશાએ પોતાનો જન્‍મદિવસ ઉજવ્‍યો હતો. દિશાએ સુપરડુપર હિટ પુષ્‍પાના ઉ અંતાવા આઇટમ સોંગની ઓફર ઠુકરાવી હતી. આ ઉપરાંત મિશન મંગલ, લાઇગર અને મર્ડર-૪ની ઓફર પણ તે ઠુકારવી ચુકી છે. જો કે તેને આ ફિલ્‍મો કે ઓફર ઠુકરાવવાનો કોઇ અફસોસ નથી. દિશાની આગામી ચાર ફિલ્‍મોની ચાહકો રાહ જોઇ રહ્યા છે. જેમાં એક વિલન રિટર્ન્‍સ, યોધ્‍ધા, પ્રોજેક્‍ટ કે સહિત સામેલ છે.

(10:27 am IST)