Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

લોકોએ ભરપુર પ્રેમ આપ્‍યો છેઃ રાજપાલ

અભિનેતા રાજપાલ યાદવને કોઇપણ પ્રકારની અલગ ઓળખ આપવાની જરૂર નથી. બોલીવૂડમાં તેણે ખુબ કામ કરીને ઓળખ ઉભી કરી છે. હાલમાં જ તે ફિલ્‍મ અર્ધમાં અલગ જ રોલમાંજોવા મળ્‍યો છે. સો કરતાં વધુ ફિલ્‍મોમાં કામ કરી ચુકેલા રાજપાલે સોૈથી વધુ કોમેડી ફિલ્‍મો કરી છે.  જો કે રાજપાલ કહે છે મને કોમેડીયનનું ટેગ જરાપણ ગમતું નથી. રાજપાલ કહે છે મેં મુખ્‍ય ભુમિકાઓ જ નિભાવી છે, અમુક ટુંકા રોલ પણ હતાં. મેં કદી એવું નથી વિચાર્યુ કે હું સહાયક ભુમિકા કરી રહ્યો છું. લોકોએ મને હમેંશા ભરપુર પ્રેમ આપ્‍યો છે. પરંતુ મને લાગે છે કે કોમેડિયન શબ્‍દ મારા માટે ખુબ નાનો છે. રાજપાલ ત્રીસ વર્ષથી ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીમાં કામ કરી રહ્યો છે. ૧૯૯૨માં તેણે સોૈ પ્રથમ ફિલ્‍મ કરી હતી. ૨૦૦૦માં જંગલ ફિલ્‍મથી ઓળખ મળી હતી. એ ફિલ્‍મમાં નેગેટિવ રોલ માટે બેસ્‍૭ એક્‍ટરનો એવોર્ડ મળ્‍યો હતો. તાજેતરમાં રિલીઝ થયેલી અર્ધમાં તેણે કિન્‍નરનો રોલ નિભાવી વાહવાહી મેળવી હતી.

(10:25 am IST)